Jawan ની બંપર કમાણી સાથે Shah Rukh Khanના નામે નોંધાયો મોટો રેકોર્ડ, Pathan, Gadar 2 સહિત આ ફિલ્મોને પછાડી

Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ જવાને રિલીઝના પહેલા જ દિવસે ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ સાથે શાહરૂખ ખાનના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે.

ફોટોઃ ટ્વિટર

1/17
Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ જવાને રિલીઝના પહેલા જ દિવસે ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ સાથે શાહરૂખ ખાનના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે.
2/17
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘જવાન’ 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીના અવસરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનો શરૂઆતનો દિવસ શાનદાર રહ્યો હતો અને તેણે કમાણીના મામલે ઈતિહાસ રચ્યો હતો.
3/17
જવાન ફિલ્મએ પ્રથમ દિવસે બંપર કલેક્શન કર્યું છે અને ફિલ્મે પઠાણ અને ગદર 2 સહિત 10 ફિલ્મોના પ્રથમ દિવસના કલેક્શનને પાછળ છોડી દીધું છે.
4/17
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને એક્સ પર 'જવાન'ની પ્રથમ દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા શેર કર્યા છે. તેમણે લખ્યું, “ફિલ્મના પ્રથમ દિવસનો પ્રારંભિક અંદાજ દેશમાં 70 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 120 કરોડ રૂપિયાનો છે.
5/17
શાહરૂખ ખાનની 'જવાન' એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 'પઠાણ', 'ગદર 2' સહિત 10 ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.
6/17
શાહરૂખ ખાને તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ સાથે તેની પોતાની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ના પ્રથમ દિવસના કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. પઠાણે શરૂઆતના દિવસે 57 કરોડનું કલેક્શન કર્યું હતું.
7/17
KGF ચેપ્ટર 2 ની પ્રથમ દિવસની કમાણી 53.95 કરોડ રૂપિયા હતી.
8/17
રિતિક રોશન અને ટાઈગર શ્રોફ સ્ટારર હિટ ફિલ્મ ‘વોર’નું ઓપનિંગ ડે કલેક્શન 53.35 કરોડ રૂપિયા હતું.
9/17
આમિર ખાન, કેટરિના કૈફ અને અમિતાભ બચ્ચનની ઠગ્સ ઑફ હિન્દોસ્તાને પહેલા દિવસે 52.25 કરોડની કમાણી કરી હતી.
10/17
શાહરૂખ ખાન સ્ટારર હેપ્પી ન્યૂ યર ફિલ્મે શરૂઆતના દિવસે 44.97 કરોડનું કલેક્શન કર્યું હતું.
11/17
જવાને ભારતમાં સલમાન ખાનના ફર્સ્ટ ડે કલેક્શનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ફિલ્મ ભારતે શરૂઆતના દિવસે 42.30 કરોડની કમાણી કરી હતી.
12/17
પ્રભાસની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી 2 એ પહેલા દિવસે 41 કરોડનું કલેક્શન કર્યું હતું.
13/17
વર્ષ 2015માં આવેલી સલમાન ખાન અને સોનમ કપૂરની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોએ પહેલા દિવસે 40.35 કરોડનું કલેક્શન કર્યું હતું.
14/17
સની દેઓલ અને અમીષા પટેલની 2001ની સિક્વલ ફિલ્મ ગદર 2 તાજેતરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન 40.10 કરોડ રૂપિયા હતું.
15/17
વર્ષ 2016માં આવેલી ફિલ્મ સુલતાનનું ઓપનિંગ ડે કલેક્શન 36.54 કરોડ રૂપિયા હતું.
16/17
'જવાન'ની શરૂઆતના દિવસની બમ્પર કમાણી સાથે કિંગ ખાનના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. મનોબાલા વિજયબાલને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "શાહરુખ ખાન બોલિવૂડનો એકમાત્ર એવો અભિનેતા બન્યો છે જેણે પહેલા દિવસે 100 કરોડ રૂપિયાના બે રેકોર્ડ બનાવ્યા છે."
17/17
વાસ્તવમાં જવાને ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 100 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જ્યારે આ પહેલા કિંગ ખાનની 'પઠાણ'એ પણ પહેલા દિવસે 100 કરોડનું કલેક્શન કર્યું હતું.
Sponsored Links by Taboola