Throwback Bollywood: એક સમયે બોલિવૂડ પર રાજ કરતી હતી આ એક્ટ્રેસ, આજે સ્પા ચલાવીને જીવે છે આવી લાઇફ
Ayesha Julka Life: આજે અમે તમને 90ના દાયકાની તે અભિનેત્રીનો પરિચય કરાવી રહ્યા છીએ. જેમણે આમિર ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ આજે તે એક્ટિંગથી દૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયેશા ઝુલ્કા માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રીઓમાંથી એક નથી પરંતુ તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન પણ શેર કરી છે. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેના કરિયરનો ગ્રાફ ઝડપથી ઘટવા લાગ્યો અને ધીરે ધીરે આ અભિનેત્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. એવું તો શું થયું કે એક સફળ અભિનેત્રી ઈન્ડસ્ટ્રીથી અલગ થઈ ગઈ?
આયેશાએ ખૂબ જ નાની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આયેશાએ 11 વર્ષની ઉંમરે ફિલ્મ ‘કૈસે-કૈસે લોગ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આયેશાએ માત્ર હિન્દી સિનેમામાં જ નહીં પરંતુ કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
આયેશાએ અક્ષય કુમાર સાથે સૌથી વધુ હિટ ફિલ્મો આપી હતી. અક્ષય અને આયેશાની જોડી પણ દર્શકોને ઘણી પસંદ આવી હતી. આયેશાએ ‘જો જીતા વહી સિકંદર’, ‘ખિલાડી’, ‘મહેરબાન’, ‘દલાલ’ અને ‘વક્ત હમારા હૈ’ જેવી હિટ ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.
1983માં માત્ર 11 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયર શરૂ કરનાર આયેશાએ ખૂબ જ વહેલાં ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. વર્ષ 2010માં આયેશાએ અચાનક ફિલ્મોથી દૂર થઇ ગઇ હતી
જો કે, લગભગ 8 વર્ષ લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા પછી તે 2018 માં જીનિયસ ફિલ્મ દ્વારા ફરીથી સ્ક્રીન પર દેખાઈ હતી. જો કે, આ ફિલ્મે તેને તેની કારકિર્દીની બીજી ઇનિંગને સફળ બનાવવાની તક આપી ન હતી.
તેના અભિનય સિવાય આયેશાના અફેરની પણ બોલિવૂડમાં ઘણી ચર્ચા થઈ રહી છે. અક્ષય કુમાર સિવાય આયેશાનું નામ મિથુન ચક્રવર્તી, નાના પાટેકર સાથે પણ જોડાયું હતું. એવું માનવામાં આવે છે કે આયેશાની કારકિર્દીમાં પતનનું કારણ ફિલ્મ પસંદગીમાં થયેલી ભૂલ હતી.
આયેશાએ ઉદ્યોગસાહસિક સમીર વાસી સાથે લગ્ન કર્યા અને સ્પા બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો. એક સમયે આયેશા સ્પા ઉદ્યોગમાં જાણીતી કંપનીનું નેતૃત્વ કરતી હતી. આયેશા પોતાના પતિની સાથે બિઝનેસમાં વ્યસ્ત થઈ ગઈ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ