જોન અબ્રાહમ થી તારા સુતારિયા સુધી, Ek Villain Returnsના સ્ટારે વસુલ્યા આટલા કરોડો રુપિયા...
બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મમાંની એક એટલે એક વિલન રિટર્ન્સ 29 જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, તારા સુતારિયા, અર્જુન કપૂર, દિશા પાટની જેવા બોલીવુડના દિગ્ગજ સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનો લાંબા સમયથી ઈંતજાર થઈ રહ્યો છે ત્યારે હવે આ ફિલ્મમાં કામ કરનાર બોલીવુડના આ કલાકારોએ કેટલી ફી લીધી છે તેની માહિતી સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોન અબ્રાહમ છેલ્લા ઘણા સમયથી દેશભક્તિના વિષયો પર બનેલી ફિલ્મો કરી રહ્યો છે. જો કે, એક વિલન રિટર્ન્સમાં તે અલગ જ અંદાજમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ માટે જોને 5 થી 7 કરોડ રુપિયા ફી વસુલી છે.
એક વિલન રિટર્ન્સમાં તારા સુતારિયા મહત્વના રોલમાં દેખાશે. તારાએ આ ફિલ્મમાં કામ કરવા માટે 2 કરોડ રુપિયા લીધા હોવાના અહેવાલ છે.
ફિલ્મમાં દિશા પાટની જોન અબ્રાહમના લવ ઈંટરેસ્ટના રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ દિશાએ આ ફિલ્મ માટે 7 કરોડ રુપિયાની જંગી રકમ વસુલી છે.
અર્જુન કપૂર ફિલ્મમાં ખુબ જ ઈંટેંસ રોલમાં તે જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે. મળતા અહેવાલ મુજબ અર્જુને એક વિલન રિટર્ન્સમાં કામ કરવા માટે 4 કરોડ રુપિયા લીધા છે.
તમને જણાવી દઈએ કે, એક વિલન રિટર્ન્સ વર્ષ 2014માં આવેલી ફિલ્મ એક વિલનની સિક્વલ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર લિડ રોલમાં હતાં.