Juhi Chawla: શા માટે જૂહી ચાવલાએ અબજોપતિ બિઝનેસમેન સાથે કર્યા હતા ગુપચુપ લગ્ન,વર્ષો બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો
જુહી ચાવલાએ હિન્દી સિનેમામાં પ્રવેશતા પહેલા મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. જુહીનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજુહી ચાવલા વર્ષ 1984માં મિસ ઈન્ડિયા બનવામાં સફળ રહી હતી. ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી. આ પછી અભિનેત્રીએ 1986માં આવેલી ફિલ્મ 'સલ્તનત'માં નાના રોલ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
જુહી ચાવલાને પહેલીવાર 1988માં આવેલી ફિલ્મ 'કયામત સે કયામત તક'થી ખાસ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની સામે આમિર ખાન હતો. બંનેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
90ના દાયકા સુધીમાં જુહી તે સમયની ટોચની અભિનેત્રી બની ગઈ હતી. આ સમયગાળા દરમિયાન તેણે એક પછી એક ઘણી હીટ ફિલ્મો આપી. જો કે, તેની કારકિર્દીની ટોચ પર અભિનેત્રીએ અચાનક પ્રખ્યાત ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા. જયના પહેલા પણ એક વાર લગ્ન થયા હતા. પરંતુ તેની પત્નીનું અવસાન થયું હતું.
તમને જણાવી દઈએ કે જુહી અને જયના વર્ષ 1995માં સિક્રેટ વેડિંગ થયા હતા. વર્ષ 2020માં એક ઈન્ટરવ્યુમાં જુહીએ કહ્યું હતું કે તેણે આવું કેમ કર્યું. વાસ્તવમાં, અભિનેત્રી ઈચ્છતી ન હતી કે તેના લગ્નની વાતથી તેની ફિલ્મી કરિયર પર કોઈ અસર પડે. તેથી જ તેણે પોતાના લગ્નની વાત સિક્રેટ રાખી હતી.
જૂહીએ એ એમ પણ કહ્યું હતું કે, એ જમાનામાં ઇન્ટરનેટ નહોતું. આનાથી તેને તેના લગ્નની વાત છુપાવવામાં મદદ મળી હતી. તમને જણાવી દઈએ કે જૂહી ચાવલા અને જય મહેતાને હવે બે બાળકો છે, એક પુત્રી જાહ્નવી મહેતા અને એક પુત્ર અર્જુન મહેતા.
જુહીના પતિ જય સંપત્તિના મામલે ઘણા સુપરસ્ટાર્સ કરતા આગળ છે. તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક અને 'મહેતા ગ્રુપ'ના વડા છે. GQ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેમની કંપનીની વેલ્યૂ 4176 કરોડ રૂપિયા છે.