Junior Mehmood Last Rites: જૂનિયર મહેમૂદના અંતિમ દર્શન માટે પહોંચ્યા સ્ટાર્સ, નમ આંખો સાથે વિદાય
પીઢ અભિનેતા જુનિયર મેહમૂદે 67 વર્ષની વયે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. તેઓ લાંબા સમયથી પેટના કેન્સરથી પીડિત હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર ફરી વળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં જુનિયર મહેમૂદને અંતિમ વિદાય આપવા માટે સેલેબ્સ તેમના ઘરે પહોંચ્યા. આ દરમિયાન જોની લીવર જુનિયર મહેમૂદના બંને પુત્રો સાથે જોવા મળ્યા હતા.
જોની લીવરના બંને બાળકો પણ જુનિયર મહેમૂદના ઘરે અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
રઝા મુરાદ પણ ભીની આંખો સાથે તેના મિત્રને અલવિદા કહેતા જોવા મળ્યા હતા.
ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ શૈલેષ લોઢા પણ જુનિયર મેહમૂદના ઘરે તેમને વિદાય આપવા પહોંચ્યા હતા.
દેશ ભોસલે પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
રાકેશ બેદી પણ અભિનેતા જુનિયર મેહમૂદના ઘરે અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મીડિયા સાથે વાત કર્યા વગર શાંતિથી અંદર ગયા હતા.