ડેબ્યૂ ફિલ્મમાં જ ‘કચ્ચા બદામ ગર્લ’ અંજલિ અરોરાને મળ્યો મોટો રોલ
Anjali Arora Debut : અંજલિ અરોરા સોશિયલ મીડિયા સ્ટાર છે. તે પોતાની રીલ્સના કારણે ઘણી ચર્ચામાં રહે છે. અંજલિ તેના એક વીડિયોના કારણે વાયરલ થઈ હતી જેના પછી તે સ્ટાર બની ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંજલિ અરોરા ટૂંક સમયમાં આ ફિલ્મમાં જોવા મળવાની છે. અભિષેક સિંહના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ શ્રી રામાયણ કથા માટે અંજલિનો સંપર્ક કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજલિ અરોરા આ ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા ભજવશે. અંજલિ પણ આ રોલને ના પાડી શકી નથી.
અંજલિ અરોરાએ પણ આ ન્યૂઝની પુષ્ટી કરી હતી. અંજલિએ હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના ડેબ્યુ વિશે વાત કરી હતી.
અંજલિએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે તેની પ્રથમ ફિલ્મમાં માતા સીતાનો રોલ મેળવીને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે- સીતા એક એવું પાત્ર છે જેને કોઈ ના પાડી શકે નહીં.
અંજલિએ કહ્યું કે તે વિશ્વાસ નથી કરી શકતી કે આ રોલ તેની પાસે કેવી રીતે આવ્યો. અંજલિએ જણાવ્યું કે ડિરેક્ટરે તેમને કહ્યું હતું કે આ રોલ માટે અન્ય ઘણી અભિનેત્રીઓને પણ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
અંજલિએ કહ્યું કે અભિષેકે તેમને આ રોલ માટે પસંદ કર્યો. આ ફિલ્મ માટે અંજલિને ફાઈનલ કરવામાં આવી છે. અંજલિએ પણ આ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ ફિલ્મને પ્રકાશ મહોબિયા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. અંજલિના ચાહકો પણ આ સમાચારથી ઘણા ખુશ છે અને તેને જલ્દી સીતા માના રોલમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.