Durga Puja 2023: દુર્ગા પૂજા ઉત્સવમાં પહોંચી કાજોલે દેવી માતાના લીધા આશીર્વાદ, યલો સાડીમા એક્ટ્રેસનો જોવા મળ્યો ટ્રેડિશનલ લૂક
Kajol Durga Pooja Pics: બોલિવૂડ અભિનેત્રી કાજોલ દર વર્ષે દુર્ગા પૂજા પંડાલમાં દર્શન માટે જતી હોય છે. આ વર્ષે પણ અભિનેત્રી દુર્ગા માતાના આશીર્વાદ લેવા મુંબઈના એક દુર્ગા પંડાલમાં પહોંચી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાજોલ હંમેશાથી દુર્ગા પૂજાનો તહેવાર ઉત્સાહથી ઉજવે છે અને તે હંમેશા મા દુર્ગાના દર્શન માટે પંડાલમાં પહોંચે છે. આ વર્ષે પણ અભિનેત્રી માતા દેવીના દર્શન માટે મુંબઈના જુહુમાં દુર્ગા પૂજા પંડાલમાં આવી હતી.
કાજોલ ટ્રેડિશનલ લુકમાં પહોંચી હતી. તેણે પીળા કલરની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
દુર્ગા પંડાલમાં અભિનેત્રીએ માતાની મૂર્તિની સામે તેના ફોટા પણ ક્લિક કર્યા હતા. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
દરમિયાન કાજોલે તેના કાકા દેબ મુખર્જી સાથે ક્લિક કરેલી તસવીર પણ જોવા મળી હતી. દર વર્ષે મુંબઈના જુહુમાં કાજોલના કાકા દ્વારા નોર્થ બોમ્બે સર્વોજનિન દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.
આ દરમિયાન કાજોલે તેની પિતરાઈ બહેન શરબાની મુખર્જી સાથે તસવીરો ક્લિક કરાવી હતી.
આ દરમિયાન શરબાની મુખર્જીએ લીલા રંગની સાડી પહેરી હતી
તસવીરમાં શરબાની અને કાજોલને દુર્ગા પૂજામાં ઉત્સાહભેર ભાગ લેતા જોઈ શકાય છે.
કાજોલ