Kangana Ranaut Airport Pics: મુંબઇ એરપોર્ટ પર પિંક સાડીમાં જોવા મળી કંગના રનૌત, પાપારાઝીઓને આપી ફ્લાઇંગ કિસ
Kangana Ranaut Airport Look: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. ગુલાબી સાડીમાં એક્ટ્રેસની ચાર્મિંગ સ્ટાઈલ જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રનૌત તાજેતરમાં એરપોર્ટ પર ફરી એકવાર ક્લાસી લુકમાં જોવા મળી હતી.
તસવીરોમાં કંગના રનૌત ટ્રેડિશનલ લુકમાં શાનદાર લાગી રહી હતી. તેણે ગુલાબી સાડી પહેરી છે. જેના પર ચિકનકારી ભરતકામ કરવામાં આવ્યું છે.
કંગના રનૌતે મિનિમલ મેકઅપ અને હાથમાં બ્લેક સ્ટાઇલિશ હેન્ડબેગ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
અભિનેત્રી ડાર્ક ચશ્મામાં વધુ સુંદર લાગી રહી છે. આ વખતે કંગના સાડીની નીચે હાઈ હીલ્સને બદલે સફેદ શૂઝ પહેર્યા હતા.
એરપોર્ટ પર પહોંચ્યા બાદ કંગના રનૌતે પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા. તે તેને ફ્લાઈંગ કિસ કરતી પણ જોવા મળી હતી.
કંગના રનૌત છેલ્લે ફિલ્મ 'તેજસ'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.