કંગના રનૌતે નિયોન ડ્રેસમાં બતાવ્યા એવા તેવર, તસવીરો જોઇને ફેન્સ બોલ્યા- ઉફ્ફ એ અદાએ........
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ રિયાલિટી શૉ લૉકઅપમાં દેખાઇ રહી છે. તે આ શૉને હૉસ્ટ કરતી દેખાઇ રહી છે. શૉમાં કંગનાનો લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. કંગના શૉમાં પોતાના લૂકની તસવીરો શેર કરતી રહે છે. (તસવીરો- સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગનાએ આ વખતે નિયૉન કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે. કંગનાનો આ લૂક ફેન્સનુ દિલ જીતી રહ્યો છે. (તસવીરો- સોશ્યલ મીડિયા)
કંગનાએ નિયૉન કલરના આઉટફિટની સાથે સેમ કલરની હીલ્સ પહેરેલી છે, અને નેકપીસ પહેરેલુ છે. આ લૂકને તેને ચોટલીથી કમ્પલેટ કર્યો છે. કંગનાએ તસવીરો શેર કરતા લખ્યું- મારી જેલમાં કોઇ સ્માર્ટ નથી બની શકતુ. (તસવીરો- સોશ્યલ મીડિયા)
કંગનાની તસવીરો પર ફેન્સ ઢગલાબંધ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું- લેમન સોડા લાગી રહી છો, વળી બીજાએ લખ્યુ - કંગનાજી, બિલકુલ ફાયર. (તસવીરો- સોશ્યલ મીડિયા)
કંગના અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહી છે, જેમાં તેના પૉઝ અને લૂકની ખુબ ચર્ચા થાય છે. તે પોતાના આઉટફિટની સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે. (તસવીરો- સોશ્યલ મીડિયા)
વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના બહુ જલદી તેજસ અને ધાકડમાં દેખાશે. તેની ફિલ્મોનો ફેન્સ ખુબ ઇન્તજાર કરી રહ્યાં છે. (તસવીરો- સોશ્યલ મીડિયા)