Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Kareena Kapoor Birthday: મોંઘી ગાડીઓ અને આલીશાન ઘર, કરીના કપૂરની નેટવર્થ જાણી ચોંકી જશો
ફિલ્મ 'રેફ્યુજી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કરીના કપૂર હવે ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી સ્ટાર બની ગઈ છે. આજે એટલે કે 21મી સપ્ટેમ્બરે અભિનેત્રી તેનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. અમે તમને અભિનેત્રીની ભવ્ય લાઈફસ્ટાઈલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન અને બાળકો સાથે મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ઘર સિવાય કરીના પાસે બીજા ઘણા એપાર્ટમેન્ટ છે. આ વાતનો ખુલાસો અક્ષય કુમારે કપિલ શર્માના શોમાં કર્યો હતો.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, લગ્ન પછી કરીના કપૂરે એક લક્ઝરી ફ્લેટ ખરીદ્યો હતો. જેની કિંમત 43 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
મુંબઈ સિવાય કરીનાનું વિદેશમાં પણ ઘર છે. આ ઘર સ્વિત્ઝરલેન્ડમાં છે. જેની કિંમત લગભગ 33 કરોડ રૂપિયા છે. ઘણીવાર અભિનેત્રી તેના પરિવાર સાથે અહીં વેકેશન વિતાવે છે.
મોંઘા ઘરો ઉપરાંત કરીના કપૂર ઘણી મોંઘી ઘડિયાળોની પણ માલિક છે. અભિનેત્રી પાસે Serpenti Tubogas Watch છે, જેમાં 18 કેટીનો રોઝ ગોલ્ડ કેસ સેટ છે. રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 2,710,000 રૂપિયા છે.
કરીના કપૂરને મોંઘી કારનો પણ ખૂબ શોખ છે. તેમના ગેરેજમાં BMW X7, Mercedes-Benz S-Class, Mercedes-Benz E-Class અને Audi Q7 જેવી કારનો સમાવેશ થાય છે.
કરીના પાસે ઘણા મોંઘા પર્સ પણ છે. તેણી પાસે હHermès, Chanel, Bottega Veneta, સહિત વિવિધ clutches સામેલ છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, કરીનાની સૌથી મોંઘી બેગ Jet Black Birkin છે. જેની કિંમત 20-25 લાખ રૂપિયા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ The Buckingham Murders માં જોવા મળી છે. જે 13 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી.