kartik aaryanએ પાન-મસાલા કંપનીની જાહેરાત કરવાની ઓફર ફગાવી, મળતા હતા આટલા કરોડ રુપિયા
વર્ષોથી બોલિવૂડ સ્ટાર્સ પાન મસાલાની જાહેરાત કરી રહ્યા છે. આ જાહેરાતોમાં દર્શાવવા માટે તેમને કરોડો રૂપિયા પણ મળે છે. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે, કાર્તિક આર્યનને પણ આવી જ પાન મસાલા એડ ડીલની ઓફર કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્તિક આર્યન હાલ બોલીવુડનું જાણીતું નામ બની ગયો છે. ત્યારે એક પાનમસાલા બ્રાન્ડની એડ માટે કાર્તિક આર્યનને કરોડો રૂપિયાની ઓફર થયા પછી પણ કાર્તિકે આ ઓફરને ઠુકરાવી દીધી છે.
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, એક પાનમસાલા બ્રાન્ડની જાહેરાત કરવા માટે કાર્તિકને 9 કરોડની ઓફર કરાઈ હતી.
જો કે, કાર્તિક આર્યનએ તરત જ પાન મસાલા કંપનીની ઑફર નકારી દીધી. એક ઉચ્ચ-વર્ગના એડ ગુરુએ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું, “આ બિલકુલ સાચું છે.
બોલીવુડ સ્ટાર્સ ઘણીવાર પૈસા કમાવવા માટે આવી ઑફર્સ લેતા હોય છે. આટલી મોટી રકમનો ઇનકાર કરવો એ મોટી વાત છે. પરંતુ કાર્તિક યુવાનોમાં પોતાની ઈમેજને લઈને ખૂબ જ જવાબદાર છે.
સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીએ પણ કાર્તિકના નિર્ણયની પ્રશંસા કરી છે. પહલાજે કહ્યું- પાન મસાલા લોકોને મારી રહ્યા છે. આવી સ્થિતિમાં, કલાકારો દ્વારા આજના લોકોને પ્રમોટ કરવું એ પણ એક ખોટો પ્રયાસ છે.
થોડા મહિના પહેલા અક્ષય કુમાર પણ પાન મસાલાની જાહેરાત માટે ટ્રોલનો શિકાર બન્યો હતો. ચાહકો તેના પર એટલા નારાજ હતા કે તેણે અક્ષયની ફિલ્મોનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી.
સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર બન્યા પછી અક્ષયે માફી પત્ર જાહેર કર્યો હતો. અક્ષયે બધાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી હતી.