Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Katrina Kaif-Vicky Kaushal Wedding: વિક્કી-કેટરીનાના લગ્નમાં મહેમાનોને ખવડાવાશે આ મીઠાઇઓ, 20 વર્ષ જૂની આ દુકાનને મળ્યો ઓર્ડર
જયપુરઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કિ કૌશલના લગ્ન રાજસ્થાનના સવાઇ માધોપુરમાં યોજાશે. બંન્ને લગ્નને લઇને મેરેજ વેન્યૂને ખૂબ ગ્રાન્ડ રાખવામાં આવ્યું છે. લગ્નમાં અનેક પ્રકારની ડિશ અને મીઠાઇઓ મહેમાનોને પીરસવામાં આવશે. સવાઇ માધોપુરની સૌથી ફેમસ મીઠાઇની દુકાન ‘જનતા જોધપુર સ્વીટ હોમ’માંથી અનેક પ્રકારની મીઠાઇઓ છેલ્લા પાંચ દિવસોથી ફોર્ટમાં સતત પહોંચાડવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણકારી અનુસાર આજે, કાલે અને લગ્નના દિવસ માટે મીઠાઇઓનો ઓર્ડર આ જ દુકાન પર આપવામાં આવ્યો છે.
આ દુકાનના માલિક કૈલાશ શર્માએ એબીપી ન્યૂઝને કહ્યું કે લગ્નમાં કાજૂ પાન ડ્રાયફ્રૂટ, ગુજરાતી બકવાલા, પંચમેવા ડ્રાયફૂટ લાડુ, ડ્રાયફ્રૂટ ચોકલેટ બાઇટ્સ, માવા કચોરી સહિત મીઠાઇ પહોંચાડવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે આ મીઠાઇઓ સિવાય ખમણ ઢોકળા, દાળ કચોરી, મગ અને ગાજરનો હલવો સામેલ છે
દુકાનદારે કહ્યું કે તેઓને પ્રથમવાર કોઇ સેલિબ્રિટીના લગ્નમાં મીઠાઇઓ બનાવવાનો ઓર્ડર મળ્યો છે.
નોંધનીય છે કે જનતા જોધપુર સ્વીટ હોમ નામની આ દુકાનની શરૂઆત લગભગ 20 વર્ષ અગાઉ થઇ હતી. આ સૌથી લોકપ્રિય દુકાનોમાંથી એક છે. અહીંથી આસપાસની ફાઇવ સ્ટાર હોટલમાં મીઠાઇ પહોંચાડવામાં આવી રહી છે.