Katrina Kaif Karwa Chauth Photos: ગળામાં મંગળસૂત્ર, કેટરિના કૈફની સાદગીએ જીત્યું ફેન્સનું દિલ

Karwa Chauth 2023: ગઇકાલે દેશભરમાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર પર બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ પણ પોતાના પતિ માટે વ્રત રાખ્યું હતું. આ યાદીમાં કેટરિના કૈફનું નામ પણ સામેલ છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
Karwa Chauth 2023: ગઇકાલે દેશભરમાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર પર બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ પણ પોતાના પતિ માટે વ્રત રાખ્યું હતું. આ યાદીમાં કેટરિના કૈફનું નામ પણ સામેલ છે.
2/7
કેટરીના કૈફે પણ તેના પતિ વિકી કૌશલ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું જેની તસવીરો પણ અભિનેત્રીએ શેર કરી છે.
3/7
કેટરીના અને વિકી કેમેરાની સામે પોઝ આપતા જોવા મળે છે, જેમાં બંને એકસાથે ખૂબ જ સારા લાગી રહ્યા છે.
4/7
કેટરીનાએ તેના સાસુ અને સસરા સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં આખો કૌશલ પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે.
5/7
કેટરીનાએ લાલ બનારસી સાડી પહેરી છે. કપાળ પર સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/7
લગ્ન પછી કેટરીનાની આ બીજી કરવા ચોથ છે.
7/7
વિકી અને કેટરિનાએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા.કેટરીના જલ્દી જ સલમાન ખાન સાથે 'ટાઈગર 3'માં જોવા મળશે. આ ફિલ્મ 12 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.
Sponsored Links by Taboola