Ramesh Taurani Diwali Bash: પ્રોડ્યુસર રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ટ્રેડિશનલ લૂકમાં પહોંચી કેટરિના, ફ્લોરલ લહેંગામાં લાગી સુંદર
Diwali 2023: આ સમયે બોલિવૂડમાં દિવાળીની પાર્ટી પૂરજોશમાં જોવા મળી રહી છે. મનીષ મલ્હોત્રા પછી હવે પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ તેમના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કેટરીના કૈફ સહિતના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં કેટરીના કૈફ એકલી જ પહોંચી હતી. જે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
આ પાર્ટીમાં અભિનેત્રીએ બ્રાઉન ફ્લોરલ પ્રિન્ટનો લહેંગા પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
કેટરિનાએ ખુલ્લા વાળ, કપાળ પર બિંદી અને મેચિંગ ઇયરરિંગ્સ તેમજ ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.
પાર્ટીની અંદર જતા પહેલા કેટરિનાએ પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા. અભિનેત્રીની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
કેટરીના કૈફ પણ એક્ટ્રેસ મિની માથુર સાથે ઘણા પોઝ આપતી જોવા મળી હતી.
દિવાળીની પાર્ટીમાં મિની માથુર પિંક સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. બંનેની આ તસવીરો ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહી છે.
કેટરીના કૈફ જલદી જ સલમાન ખાન સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે.