ખુલ્લા વાળ અને ઓરેન્જ લહેંગામાં કિયારા અડવાણીનો ગ્લેમરસ લૂક, એક્ટ્રેસની તસવીરો પર દિવાના થયા ફેન્સ
Kiara Advani Pics: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સ પણ અભિનેત્રીની એક ઝલક મેળવવા આતુર છે. આ બધાની વચ્ચે કિયારા ગઈ કાલે મુંબઈમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિયારા અડવાણી બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. આ અભિનેત્રી તેની ફેશન સેન્સ અને લુકથી તેના ચાહકોને દિવાના બનાવી દે છે. ગઈકાલે રાત્રે પણ અભિનેત્રી જાહેરમાં સ્પોર્ટ થઇ હતી.
કિયારા અડવાણી ગઈ કાલે રાત્રે મુંબઈના અંધેરીમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી અદભૂત દેખાતી હતી.
કિયારા અડવાણીએ ઓરેન્જ કલરના હેવી વર્ક બ્લાઉઝ સાથે પ્લેન લહેંગાની જોડી બનાવી હતી. અભિનેત્રીએ પણ શ્રગ પહેર્યું હતું.
આ દરમિયાન કિયા ગ્લેમ મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
કિયારાએ કાનમાં બુટ્ટી અને હાથમાં બ્રેસલેટ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.આ દરમિયાન કિયારા શૂટ માટે જતી જોવા મળી હતી, તેના હાથમાં કોફી મગ પણ હતો.
કિયારાની આ સુંદર તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે અને ફેન્સ અભિનેત્રીના લુકના વખાણ કરી રહ્યા છે.