Drug Case: આર્યન ખાન જ નહીં આ પાંચ સુપરસ્ટાર પણ ફસાઇ ચૂક્યા છે ડ્રગ્સ કેસમાં, જાણો કોણ કોણ છે લિસ્ટમાં....
મુંબઇઃ બૉલીવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાન (Aryan Khan)ને તાજેતરમાં જ એનસીબીએ ડ્રગ્સ મામલામાં ધરપકડ કરી છે. આ ખબરે આખા બૉલીવુડમાં તહેલકો મચાવી દીધો છે. પરંતુ શું તમને ખબર છે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાનારો પહેલો સ્ટાર કિડ્સ નથી, તેના પહેલા પણ કેટલાક બૉલીવુડ સુપરસ્ટારની આ મામલે ધરપકડ થઇ ચૂકી છે. જુઓ અહીં લિસ્ટ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટર પ્રતિક બબ્બર (Pratik Babbar) એ ખુદ કબૂલ કર્યુ હતુ કે તેને 13 વર્ષની ઉંમરમાં ડ્રગ્સ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. તેને એ પણ કહ્યુ કે બાદમાં પુનર્વસને તેને આ બિમારીમાંથી બહાર નીકળવામાં મદદ કરી.
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ મામલામાં એનસીબીએ શ્રદ્ધા કપૂર (Sharadha Kapoor)ની પણ પુછપરછ કરી હતી.
14 જૂન 2020એ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી. વળી, તેના મોત બાદ નારકોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ ડ્રગ્સ કેસના સિલસિલામાં સારા અલી ખાન (Sara Ali Khan) સાથે પણ પુછપરછ કરી હતી.
કેટલાક વર્ષો પહેલા સિમી ગરેવાલના ચેટ શૉમાં, સંજય દત્તે (Sanjay Dutt) કબૂલ કર્યુ હતુ કે તેને એક એવો સમય પણ યાદ નથી કે તેને પોતાની લાઇફ શાંતિથી વિતાવી હોય. તેને ખુલાસો કર્યો હતો કે - કૉલેજના દિવસોમાં મેં ડ્રગ્સ લેવાનુ શરૂ કરી દીધુ હતુ.
એક્ટર ફરદીન ખાન (Fardeen Khan) ને પણ એકવાર ડ્રગ્સની લત લાગી ગઇ હતી. તેની મુંબઇ પોલીસે 5 મે 2001 એ આ કેસમાં ધરપકડ કરી હતી રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાને 9 ગ્રામ કોકીનની સાથે પકડવામાં આવ્યો હતો.