Kriti Sanon Christmas Celebration: રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે ક્રિતી સેનને કરી ક્રિસમસની ઉજવણી, ધોની પણ બન્યો સાન્તા
કૃતિ સેનને પોતાની ક્રિસમસની ઉજવણી ખાસ રીતે કરી છે. તેણે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે સાંતા કેપ પહેરેલી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિતી સેનને ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે જેમાં તેણે તેના નામ સાથેની કેપ પહેરેલી છે.
આ પાર્ટીમાં કૃતિ સાથે એમએસ ધોની પણ હાજર રહ્યો હતો. જે સાન્તાક્લોઝ બન્યા. ધોનીને સાંતા તરીકે ઓળખવો મુશ્કેલ છે.
રિપોર્ટ્સનું માનીએ તો કૃતિ આ દિવસોમાં કબીર બહિયાને ડેટ કરી રહી છે. કબીરે ક્રિસમસ સેલિબ્રેશનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
સાક્ષી ધોનીએ પણ ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં ધોની દીકરી ઝીવા સાથે પોઝ આપતો જોવા મળે છે.
કૃતિએ તેની પોસ્ટમાં એક ફોટો શેર કર્યો છે જેમાં તેના પગ દેખાઈ રહ્યા છે અને તેની સાથે એક પુરુષનો પગ પણ દેખાઈ રહ્યા છે. આ ફોટો જોઈને ચાહકોને લાગે છે કે આ ફોટો કૃતિ સાથે કબીરનો છે.