In Pics: મુંબઇમાં સુંદર ઘરમાં રહે છે Kriti Sanon, જુઓ ઘરની Inside તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને વર્ષ 2014માં મુંબઈના જુહુમાં એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. જેને પ્રિયંકા મહેરાએ ડિઝાઇન કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃતિ સેનને બહુ ઓછા સમયમાં પોતાની મહેનતથી બોલિવૂડમાં એક ખાસ ઓળખ બનાવી છે. કૃતિએ તેની દરેક ફિલ્મમાં આઉટ ઓફ ધ બોક્સ પાત્રો ભજવ્યા છે. આ જ કારણ છે કે આજે લાખો લોકો તેમના દિવાના છે. આ રિપોર્ટમાં અમે તમને કૃતિના સુંદર ઘરની એક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.
કૃતિ સેનન પહેલા જુહુમાં રહેતી હતી પરંતુ થોડા સમય પહેલા તે પરિવાર સાથે અંધેરી વેસ્ટમાં લોખંડવાલા રોડ પર એટલાન્ટિસ બિલ્ડીંગના ડુપ્લેક્સ ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ હતી. આ ફ્લેટનું ભાડું લાખોમાં છે.
કૃતિએ વર્ષ 2014માં મુંબઈમાં જુહુમાં એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. જેને પ્રિયંકા મહેરાએ ડિઝાઇન કર્યો હતો.
ઘરમાં સ્વિંગ પણ છે. જે કૃતિનો ફેવરિટ વિસ્તાર છે. અવારનવાર તે અહીંથી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી જોવા મળી છે.
કૃતિના ઘરની મોટાભાગની દિવાલો પર બ્લુ કલર કરવામાં આવ્યો છે. તમને અહીં નેવી બ્લુથી લઈને પેસ્ટલ બ્લુ સુધીના ઘણા શેડ્સ જોવા મળશે. અભિનેત્રીએ તેના ઘરના દરવાજા માટે પેસ્ટલ બ્લુ કલરનો વિકલ્પ પસંદ કર્યો છે.
આ સાથે કૃતિના ઘરની દીવાલો પર પરિવારની ઘણી તસવીરો જોવા મળશે. જે ઘરને સ્ટેટમેન્ટ લુક આપી રહી છે. (તમામ તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)