કૃતિ સેનને સોફા પર બેસી આપ્યા હોટ પોઝ, યલ્લો આઉટફિટમાં લાગી ગ્લેમરસ, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને થોડા જ સમયમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે અને તેના 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન્ય રીતે તે તેના ગ્લેમરસ ફોટોશૂટના ફોટા શેર કરતી રહે છે. તેણે હાલમાં જ યલ્લો આઉટફિટમાં તસવીરો શેર કરી છે. આમાં તે ક્રોપ ટોપ અને હાઈ કટ સ્લિટમાં જોવા મળી રહી છે.
તેની આ લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે અને થોડા જ કલાકોમાં તેને લગભગ 10 લાખ લોકોએ લાઈક કરી છે. કૃતિની ખાસ મિત્ર રિયા કપૂરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને હાર્ટ ઇમોજી શેર કરી છે.
ફોટા સાથે, બરેલી કી બરફી ફેમ અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું - 'સ્ટાઈલમાં ડે ડ્રીમીંગ.' કૃતિ તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે અને તે દરેક ડ્રેસને કેવી રીતે કેરી કરવી તે જાણે છે.
અગાઉ, અભિનેત્રીએ લાલ ગાઉનમાં તેના ફોટા શેર કર્યા હતા. આઉટફિટમાં પોઝ આપતી વખતે અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કૃતિ પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. તે પ્રભાસ સાથે કિસી કા ભાઈ કિસી કી જાન, શહેજાદા અને આદિપુરુષમાં જોવા મળશે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(તમામ તસવીરો- ઇન્સ્ટાગ્રામ)