Lara Dutta Birthday: પરિણીત મહેશ ભૂપતિને પ્રેમ કરવા લાગી હતી લારા દત્તા, જાણો તેમની લવસ્ટોરી?
બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તાનો આજે જન્મદિવસ છે. લારા ભલે એક્ટિંગના કારણે ચર્ચામાં ના રહેતી હોય પરંતુ તે પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. તેણે દેશના સ્ટાર ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કરી ચર્ચા જગાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલારા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. લારાનો જન્મ 16 એપ્રિલ 1978ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. અભિનેત્રીના જન્મદિવસ પર અમે જણાવી રહ્યા છીએ કે મહેશ ભૂપતિ સાથે તેની પ્રથમ મુલાકાત કેવી રીતે થઈ અને બંન્નેની લવસ્ટોરી.
મહેશ અને લારા બંને પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત છે. મહેશ દેશનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીતનાર ટેનિસ ખેલાડી છે, તો બીજી તરફ લારા દત્તા વર્ષ 2000માં મિસ યુનિવર્સ બની હતી.
દરમિયાન મહેશ ભૂપતિ સાથેની મુલાકાતમાં લારા દત્તાને તેને પ્રેમ કરવા લાગી હતી. જોકે મહેશ ભૂપતિ અગાઉથી પરિણીત હતો. લારા સાથે લગ્ન કરવા મહેશ ભૂપતિએ પ્રથમ પત્ની શ્વેતા જયશંકર સાથે ડિવોર્સ લીધા હતા અને વર્ષ 2011માં લારા સાથે લગ્ન કર્યા હતા.
આ લગ્નથી તેમને સાયરા ભૂપતિ નામની પુત્રી છે. સાયરાનો જન્મ 20 જાન્યુઆરી, 2012ના રોજ થયો હતો. લારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા પહેલા પણ લારા રિલેશનશિપમાં હતી. રિપોર્ટ્સ અનુસાર, તે એક્ટર-મોડલ કેલી દોરજી સાથે 9 વર્ષથી રિલેશનશિપમાં હતી. તે બોલિવૂડ એક્ટર ડીનો મોરિયાને પણ ડેટ કરી ચૂકી છે.
લારા છેલ્લે અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીના રોલમાં હતી.