સંસદમાં જોવા મળશે આ ફિલ્મ સ્ટાર્સ, કોઈ પ્રથમ વખત તો કોઈએ લગાવી જીતની હેટ્રિક, જુઓ તસવીરો
આ લોકસભા ચૂંટણીમાં મતદારોએ તેમના જનપ્રતિનિધિઓ તરીકે ઘણા નવા અને ઘણા જૂના સેલિબ્રિટી ચહેરાઓને પસંદ કર્યા છે, જેમાં પ્રથમ વખતના સાંસદ કંગના રનૌત અને અરુણ ગોવિલથી માંડીને ત્રીજી વખત ચૂંટણી જીતેલા હેમા માલિની અને મનોજ તિવારીનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિન્દી ફિલ્મ અભિનેત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા સમયથી સમર્થક કંગના કનૌત પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશના મંડી સંસદીય મતવિસ્તારમાંથી પ્રથમ ચૂંટણી જીતી છે. તેણે રાજ્યના છ વખતના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા છે. પોતાના નિવેદનોથી ઘણી વખત વિવાદોમાં રહેલી કંગનાએ કહ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ તે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દેશે. તે સાંસદ તરીકે કેવી રીતે કામ કરે છે તે અંગે લોકો ખૂબ જ ઉત્સુક છે.
સીરિયલ 'રામાયણ'માં રામનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા અરુણ ગોવિલને ભાજપે પહેલીવાર ચૂંટણીમાં ઉતાર્યા હતા. મેરઠ લોકસભા સીટ પરથી તેમણે સમાજવાદી પાર્ટીની સુનીતા વર્માને 10,585 વોટથી હરાવ્યા છે.
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી હેમા માલિની સતત ત્રીજી વખત મથુરા સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટાઈ આવી છે. તેમણે કોંગ્રેસના મુકેશ ધનગરને હરાવ્યા છે.
ભોજપુરી અભિનેતા અને ગાયક મનોજ તિવારીએ ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી કોંગ્રેસના કન્હૈયા કુમારને હરાવ્યા છે. તેઓ સતત ત્રીજી વખત આ બેઠક પરથી ભાજપના સાંસદ તરીકે લોકસભામાં પણ પહોંચ્યા છે. તેને બાદ કરતાં ભાજપે દિલ્હીની બાકીની છ બેઠકો પર ઉમેદવારો બદલ્યા હતા.
ભોજપુરી સિનેમાના અન્ય એક પ્રખ્યાત કલાકાર રવિ કિશનને પણ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી સમાજવાદી પાર્ટીના કાજલ નિષાદને હરાવીને બીજી વખત લોકસભામાં પ્રવેશવાની તક મળી છે.
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાન બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી 1.70 લાખથી વધુ મતોથી જીત્યા છે. એક્ટિંગની દુનિયામાંથી રાજકારણમાં પ્રવેશેલા ચિરાગ પાસવાને એક સમયે કંગના રનૌત સાથે ફિલ્મ કરી હતી.
કેરળમાં અભિનયથી રાજનીતિમાં આવેલા ભાજપના ઉમેદવાર સુરેશ ગોપીએ પ્રથમ વખત ત્રિશૂર બેઠક પર જીત મેળવી છે.
બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી સયાની ઘોષે પશ્ચિમ બંગાળની જાદવપુર બેઠક પરથી ભાજપના અનિર્બાન ગાંગુલીને હરાવ્યા છે.