Madalsa M Chakraborty Photos: 'અનુપમા' ફેમ મદાલસા શર્માએ દશેરાના અવસર પર શેર કરી સુંદર તસવીરો
Madalsa M Chakraborty Photos: બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્માએ દશેરાના અવસર પર સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો પોસ્ટ કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં જ મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્માએ પણ દશેરાના અવસર પર ફોટા શેર કર્યા હતા.
આ ફોટોઝમાં અભિનેત્રી બ્લુ કલરના લહેંગામાં જોવા મળી હતી અને મદાલસાએ પણ કેટલાક ઈવેન્ટના ફોટો શેર કર્યા હતા. આ આઉટફિટમાં મદાલસાએ જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
મદાલસા શર્મા ટીવીનું જાણીતું નામ છે. મદાલસાને અનુપમા શોથી ખાસ ઓળખ મળી છે. મદસાલા મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે.
મદાલસાએ મિથુનના પુત્ર મિમોહ ચક્રવર્તી સાથે લગ્ન કર્યા છે. મદાલસા શર્મા અનુપમા શોમાં કાવ્યાનો રોલ કરી રહી છે. અભિનેત્રી શોમાં નેગેટિવ રોલમાં છે.
મિથુન ચક્રવર્તીના પુત્રને પહેલી નજરમાં જ મદાલસા સાથે પ્રેમ થઈ ગયો હતો. રિલેશનશીપ અંગે વાત કરતાં મદાલસાએ કહ્યું હતું કે- 'એક દિવસ અમારી કેઝ્યુઅલ મીટિંગ હતી. પરંતુ મિમોહ મને પ્રપોઝ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મીટિંગની થોડી જ મિનિટોમાં તેણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું.
મદાલસાએ કહ્યું- 'મેં તે જ ક્ષણે હા નહોતી પાડી. મારે થોડો સમય જોઈતો હતો. આવી સ્થિતિમાં અમે બંનેએ એકબીજાને સમજવામાં સમય લીધો. આ પછી અમે સગાઈ કરી અને પછી લગ્ન કર્યા.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ