'હું ઇચ્છું છું કે તું તારુ બ્લાઉઝ ઉતાર અને બ્રા બતાવ... ', એક સીન માટે ડિરેક્ટરે માધુરી દીક્ષિત સમક્ષ કરી આ ડિમાન્ડ
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતને ચાહકો ડાન્સિંગ દિવા અથવા ધક ધક ગર્લ તરીકે જાણે છે. માધુરી વર્ષોથી પોતાની સુંદરતા, એક્ટિંગ અને ડાન્સથી લોકોના દિલ પર રાજ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાધુરીએ પોતાના કરિયરમાં 70 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, આ સિવાય અભિનેત્રીએ કેટલાક ડાન્સિંગ રિયાલિટી શોને પણ જજ કર્યા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે.
હવે તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક ટીનુ આનંદે માધુરી વિશે ખુલાસો કર્યો છે અને ચોંકાવનારી વાત કહી છે. આ ઘટના ‘શનાખ્ત’ ફિલ્મ દરમિયાન બની હતી જે રિલીઝ થઈ શકી ન હતી.
આ ફિલ્મમાં માધુરી સાથે અમિતાભ બચ્ચન હતા. હાલમાં જ રેડિયો નશાને આપેલા ઈન્ટરવ્યુમાં ટીનુ આનંદે જણાવ્યું કે તે શૂટનો પહેલો દિવસ હતો અને માધુરીએ તેનું બ્લાઉઝ ઉતારીને તેની બ્રા બતાવવાની હતી. નિર્દેશકના જણાવ્યા અનુસાર, પહેલા અભિનેત્રી તે કરવા માટે સંમત થઈ હતી પરંતુ પછીથી ના પાડી દીધી હતી.
ડિરેક્ટરે કહ્યું હતું કે 'મેં માધુરીને આખો સીન સંભળાવ્યો હતો અને તેને પહેલેથી જ કહી દીધું હતું કે તારે તારું બ્લાઉઝ ઉતારવું પડશે અને પહેલીવાર અમે તને બ્રામાં જોઈશું. અને હું તમને ઘાસના ઢગલા કે અન્ય કોઇ પણ વસ્તુ પાછળ છૂપાવીશ નહીં કારણ કે તું એક વ્યક્તિની મદદ માટે તારી જાતને ઓફર કરીશ. કોઇ તને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સીન છે અને હું તેને પહેલા દિવસે જ શૂટ કરવા માંગુ છું. તો તેણે જે તે સમયે હા પાડી હતી
ડિરેક્ટરે કહ્યું હતું કે તેણે માધુરીને એમ પણ કહ્યું હતું કે તે તેની ઈચ્છા મુજબ બ્રા ડિઝાઈન કરી શકે છે પરંતુ તે બ્રા હોવી જોઈએ. ડિરેક્ટરે કહ્યું હતું કે 'મેં કહ્યું હતું કે તમે તમારી પોતાની બ્રા ડિઝાઇન કરી શકો છો, તમે જે ઇચ્છો. મને કોઈ વાંધો નથી. પરંતુ તે બ્રા હોવી જ જોઈએ કારણ કે તમે તમારું બ્લાઉઝ ઉતારી રહ્યા છો અને તારી જાતને ઓફર કરી રહી છે.
માધુરી શરૂઆતમાં આ સીન માટે ટીનુ આનંદની માંગ સાથે સંમત થઈ હતી પરંતુ જ્યારે શૂટિંગની વાત આવી ત્યારે તેણે ના પાડી દીધી. આ બાબતે ડાયરેક્ટર અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે પછી ટીનુ આનંદે માધુરીને તેની બેગ પેક કરવાનું કહ્યું અને ફિલ્મનું શૂટિંગ થઇ શક્યુ નહોતું.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.