Malaika Arora Birthday: ફિલ્મોમાં કામ કર્યા વગર કરોડોની કમાણી કરે છે મલાઈકા અરોરા, જાણો

Malaika Arora Birthday: ફિલ્મોમાં કામ કર્યા વગર કરોડોની કમાણી કરે છે મલાઈકા અરોરા, જાણો

મલાઈકા અરોરા

1/9
Malaika Arora Net Worth: મલાઈકા અરોરા આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. મલાઈકા ખૂબ જ વૈભવી જીવન જીવે છે. આજે તેના જન્મદિવસ નિમિત્તે, ચાલો જાણીએ અભિનેત્રીની નેટવર્થ વિશે...
2/9
મલાઈકા અરોરાએ છૈયા-છૈયા ગીતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ગીત ઘણું હિટ સાબિત થયું અને તેણે મલાઈકાને એક અલગ ઓળખ આપી હતી.
3/9
જે પછી મલાઈકા ઘણા આઈટમ સોંગ્સમાં જોવા મળી છે. જે તમામ હિટ રહ્યા છે. જોકે, મલાઈકા ક્યારેય અભિનેત્રી તરીકે કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. પરંતુ તેમ છતાં તે લક્ઝરી લાઈફ જીવે છે.
4/9
મલાઈકા ભલે ફિલ્મોમાં જોવા ન મળે પરંતુ તેની નેટવર્થ કરોડોમાં છે.
5/9
ભવ્ય એપાર્ટમેન્ટની સાથે મલાઈકા પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. મલાઈકા મુંબઈના બાંદ્રામાં જે ઘરમાં રહે છે તેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે.
6/9
અભિનેત્રી પાસે 1.38 કરોડની કિંમતની BMW 7 સિરીઝ, 20 લાખ રૂપિયાની ટોયોટા ઈનોવા ક્રિસ્ટા, 96 લાખ રૂપિયાની BMWX 7 અને 2.11 કરોડ રૂપિયાની રેન્જ રોવર વોગ જેવી લક્ઝરી કાર પણ છે.
7/9
મલાઈકા અરોરા ભલે ફિલ્મોમાં જોવા ન મળે, પરંતુ તે ઘણા મોડેલિંગ શો અને રિયાલિટી શોને જજ કરે છે. અભિનેત્રી શોમાં એક એપિસોડ માટે લગભગ 5 થી 6 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
8/9
ઘણા અહેવાલો અનુસાર, મલાઈકાએ ફિટનેસ એપ સર્વ યોગા, ઈ-કોમર્સ બ્રાન્ડ લેબલ લાઈફ એક્સેલ અને ફેશનની દુનિયામાં ઘણા બધા સ્ટાર્ટઅપ બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે.
9/9
મલાઈકા ઘણી મોટી બ્રાન્ડ્સની એમ્બેસેડર છે જેના માટે તેને 70 લાખથી 1.6 કરોડ રૂપિયા માસિક મળે છે. અભિનેત્રીઓ ફિલ્મોમાં તેમના એક ગીત માટે 90 લાખથી 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
Sponsored Links by Taboola