Arjun Malaika Photos: પાર્ટીમાં મલાઇકા અર્જૂન કપૂર સાથે થઇ રૉમેન્ટિક, કોના ઘરે રાખવામાં આવી હતી પાર્ટી, જુઓ તસવીરો
મુંબઇઃ બુધવારે રાત્રે મુંબઇમાં અભિનેત્રી અમૃતા અરોડાએ પોતાના ઘરેમાં પાર્ટી રાખી હતી, જેમાં મલાઇકા અરોડા અને અર્જૂન કપૂર સહિત કેટલાય સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. આ પાર્ટીની ઇનસાઇડ તસવીરો સામે આવી ચૂકી છે. જુઓ તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડની હૉટ જોડીઓમાંની એક અર્જૂન કપૂર અને મલાઇકા અરોડા પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
આ પાર્ટીની સૌથી વધુ ચર્ચિત તસવીરો એ છે કે જેમાં કરણ જોહરની સાથે મલાઇકા અરોડા અને અર્જૂન કપૂર દેખાઇ રહ્યાં છે. અર્જૂને મલાઇકાની કમર પર હાથ મુક્યો છે. બન્ને એકદમ રૉમેન્ટિક અંદાજમાં તસવીર ખેંચાવી રહ્યાં છે.
આ પાર્ટીનુ આયોજન અભિનેત્રી અમૃતા અરોડાએ કર્યુ હતુ. આ તસવીર તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે, જેમાં તે એકદમ ક્યૂટ અંદાજમાં દેખાઇ રહી છે.
આ પાર્ટીમાં કરણ જૌહર, નતાશા પૂનાવાલા, મનિષ મલ્હોત્રા અને કરિશ્મા કપૂર જેવા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા. તમામ સ્ટાર્સની આ તસવીરો સામે આવી છે.
મનિષ મલ્હોત્રાએ અમૃતા અરોડાની સાથે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
કરણ જૌહરે આ પાર્ટીની ઇનસાઇડ તસવીરો પૉસ્ટ કરી છે.
ભારતની વેક્સિન બનાવનારી કંપનીના માલિક આદર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા પણ આ પાર્ટીમાં સામેલ થઇ હતી. તે મલ્ટીકલર ડ્રેસમાં દેખાઇ હતી. મનિષ મલ્હોત્રાએ તેની સાથે આ તસવીર પૉસ્ટ કરી છે.
કરિશ્મા, અમૃતા અને નતાશાના ઓ કૂલ અવતાર દેખાઇ રહ્યો છે. અહીં કરિના કપૂર મિસિંગ છે.
પાર્ટીની ઇનસાઇડ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ છે.