Malaika Arora Party: કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરાના લૂકની ચર્ચા, જુઓ તસવીરો
Arjun Kapoor Malaika Arora At Party: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) હાલમાં જ કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અમે તમારા માટે તેમની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો લઈને આવ્યા છીએ, જે તમે આગળની સ્લાઇડ્સમાં જોઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન બંને અર્જુન મલાઈકા શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. કપલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
હાલમાં જ કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીમાં મલાઈકા અરોરા પણ ખૂબ જ હોટ અંદાજમાં પહોંચી હતી.
આ દરમિયાન હાઈ હીલ્સ મલાઈકા માટે મુશ્કેલીનું કારણ બની. મલાઈકા હાઈ હીલ્સના કારણે પડતા પડતા બચી હતી.
જો કે, આ પછી મલાઈકા અરોરા પછી હિલ્સમાં દરેક પગલાને ખૂબ જ કાળજીપૂર્વક રાખતી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના આ પાર્ટી લૂકની ખૂબ ચર્ચા થઈ રહી છે.
મલાઈકાએ ગ્રીન કલરમાં ડીપ નેક બ્રાલેટ પહેર્યું હતું અને તેને ગ્રીન શોર્ટ્સ સાથે પેર કર્યું હતું.
તેણે તેના પોશાકને પૂર્ણ કરવા માટે લીલા રંગના જેકેટનો ઉપયોગ કર્યો હતો. મલાઈકાએ હાઈ હીલના સેન્ડલ પહેર્યા હતા.
પાર્ટી બાદ અર્જુન મલાઈકા એક જ કારમાં સાથે ઘરે પરત ફર્યા હતા. અર્જુન મલાઈકા કરિશ્મા કપૂરના ઘરે થોડો સમય રોકાયો હતો અને તેની કારની રાહ જોતો જોવા મળ્યો હતો.
આ દરમિયાન મલાઈકા અરોરાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.