Diwali 2023: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા બોલિવૂડના આ કપલ્સ, સિદ્ધાર્થ-કિયારાનો જોવા મળ્યો રોયલ લૂક
Diwali 2023 : ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગઈ કાલે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવાળીની પાર્ટીમાં બોલિવૂડના ઘણા કપલ્સ પહોંચ્યા હતા. પરંતુ બધાની નજર સિદ્ધાર્થ-કિયારાની જોડી પર ટકેલી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બી ટાઉનના તમામ સેલેબ કપલ્સ પણ સ્ટાઇલિ અંદાજમા પહોંચ્યા હતા. આ દરમિયાન આયુષ્માન ખુરાના તેની પત્ની તાહિરા કશ્યર સાથે જોવા મળ્યો હતો. આયુષ્માન ખુરાનાએ બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો જ્યારે અભિનેતાની પત્ની તાહિરાએ સાડી પહેરી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ લગ્ન પછી પહેલીવાર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન કપલ એકદમ રોયલ લાગતું હતું.
કિયારાએ મસ્ટર્ડ રંગનો લહેંગા પહેર્યો હતો અને તેને મેચિંગ સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝ સાથે જોડી બનાવી હતી. જ્યારે સિદ્ધાર્થે એકદમ સ્ટાઇલિશ બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો.
માધુરી દીક્ષિતે પણ પોતાના પતિ સાથે દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન માધુરીએ ઓલ બ્લેક સિક્વન સાડી પહેરી હતી.
ફુકરે 3 એક્ટર પુલકિત સમ્રાટ તેની લેડી લવ કૃતિ ખરબંદા સાથે દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન પુલકિતે બ્લેક કુર્તા પાયજામા પહેર્યો હતો જ્યારે કૃતિએ ઓલિવ ગ્રીન કલરની નેટ સાડી પહેરી હતી.
ફરહાન અખ્તર તેની પત્ની શિબાની દાંડેકર સાથે દિવાળી પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન ફરહાને સફેદ આઉટફિટ પહેર્યો હતો જ્યારે શિબાનીએ પિંક અને રેડ કોમ્બિનેશન ડ્રેસ પહેર્યો હતો.
બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહલ સાથે પાર્ટીમાં પહોંચી હતી. સોનાલી શિમરી આઉટફિટમાં જોવા મળી હતી. જ્યારે તેનો પતિ ગોલ્ડી ઓલ બ્લેક લૂકમાં સ્ટાઇલિશ લાગતો હતો.
મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં એક્ટર વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે પહોંચ્યો હતો.
શાહિદ કપૂર તેની પ્રિય પત્ની મીરા રાજપૂત કપૂર સાથે દિવાળી પાર્ટીમાં સામેલ થયો હતો.