Manisha Koirala Birthday: મનીષાની ફિલ્મે બજેટ કરતા બમણી કરી હતી કમાણી, દારૂ અને ડ્રગ્સના કારણે તબાહ થયુ કરિયર

Manisha Koirala Unknown Facts: મનીષા કોઈરાલા વાસ્તવિક જીવનમાં ફાઇટર તરીકે આગળ આવી છે. તે સિનેમાની એવી સુંદરીઓમાંની એક છે જેણે કેન્સર જેવી બીમારીને હરાવી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
મનીષા કોઈરાલા વાસ્તવિક જીવનમાં ફાઇટર તરીકે આગળ આવી છે. તે સિનેમાની એવી સુંદરીઓમાંની એક છે જેણે કેન્સર જેવી બીમારીને હરાવી છે. શું તમે જાણો છો કે પોતાના કરિયરમાં પણ મનીષાએ ફાઈટર બનીને પોતાનું સ્થાન હાંસલ કર્યું હતું. વાસ્તવમાં તેને પ્રારંભિક તબક્કામાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. અમે મનીષાના જન્મદિવસ પર તેના જીવન વિશે જણાવી રહ્યા છીએ.
2/7
16 ઓગસ્ટ 1970ના રોજ કાઠમંડુમાં જન્મેલી મનીષા કોઈરાલા નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના દાદા વિશ્વેશ્વર પ્રસાદ નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે, જ્યારે પિતા પ્રકાશ કેબિનેટ મંત્રી બની ચૂક્યા છે. 10મું ધોરણ પૂરું કર્યા પછી મનીષાએ વર્ષ 1989 દરમિયાન પ્રથમ નેપાળી ફિલ્મમાં કામ કર્યું હતું.
3/7
મનીષા ડોક્ટર બનવા માંગતી હતી. આવી સ્થિતિમાં તે વધુ અભ્યાસ માટે દિલ્હી આવી, જ્યાં તેને મોડલિંગની ઓફર મળવા લાગી અને એક્ટિંગની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી.
4/7
અભિનેતા નાના પાટેકર, સલમાન ખાન અને મનીષા કોઈરાલા 1996માં આવેલી ફિલ્મ ' Khamoshi – The Musical 'માં લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ મનીષાના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બજેટ કરતાં બમણી કમાણી કરી હતી.
5/7
મનીષાની બોલિવૂડ કરિયરની શરૂઆત સુભાષ ઘાઈની ફિલ્મ ‘સૌદાગર’થી થઈ હતી. આ ફિલ્મે તેને લોકપ્રિયતા અપાવી હતી. પરંતુ તેના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે ઓડિશન દરમિયાન તેને ખૂબ જ ખરાબ અભિનેત્રી કહેવામાં આવી.
6/7
બન્યું એવું કે ફિલ્મ 1942: અ લવ સ્ટોરી માટે ઓડિશન ચાલી રહ્યા હતા. મનીષા પણ સ્ક્રીન ટેસ્ટ આપવા ગઈ, તેનું કામ જોઈને ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાએ કહ્યું કે તું બહુ ખરાબ અભિનેત્રી છે. બીજા દિવસે મનીષાએ ફરી ઓડિશન આપ્યું ત્યારે વિધુ વિનોદ ચોપરાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે ગઇકાલે તું ઝીરો હતો, આજે તું હીરો છે. આ પછી જ મનીષાને 1942: અ લવ સ્ટોરી મળી. મનીષાએ આ વાર્તા પોતાના પુસ્તક Heald: How Cancer Gave Me a New Life માં કહી છે.
7/7
કરિયરની શરૂઆતમાં તેને જે સ્ટારડમ મળ્યું તે પછી મનીષાની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ જેના કારણે તે તણાવમાં આવી ગઈ. આ કારણે મનીષાને ડ્રગ્સ અને દારૂની લત લાગી ગઇ હતી. જેની અસર તેના કરિયર પર પણ પડવા લાગી હતી. જ્યારે તેને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. જો કે, મનીષાએ હાર ન માની અને કેન્સરને પણ હરાવ્યું હતુ
Sponsored Links by Taboola