માનુષી છિલ્લરે ડીપ નેક બ્લેક ડ્રેસમાં બતાવ્યો સ્ટનિંગ લૂક, એવોર્ડ ઇવેન્ટની તસવીરો કરી શેર
મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે (Manushi Chhillar) ઇન્સ્ટાગ્રામ પર ડીપ નેક બ્લેક ડ્રેસમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. માનુષીની આ તસવીર ફેમિના એવોર્ડ ફંક્શનની છે.
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ તસવીરોમાં પોતાનો ગ્લેમરસ અને આકર્ષક લુક બતાવતી જોવા મળી રહી છે. માનુષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે. માનુષી આ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.
માનુષી છિલ્લરની આ તસવીરો ફેમિના ઈન્ડિયાના એવોર્ડ ફંક્શન દરમિયાન લેવામાં આવી હતી. આ ફંકશનમાં માનુષીને 'યુથ આઈકોન ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
માનુષી છિલ્લર આ તસવીરોમાં ડીપ નેક સ્લીવ લેસ બ્લેક આઉટફિટમાં જોઈ શકાય છે. આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે.
માનુષી છિલ્લરે એવોર્ડ વખતે લીધેલી તસવીર પણ શેર કરી હતી. આ તસવીર શેર કરતા તેણે લખ્યું, ફેમિના ઈન્ડિયા તરફથી 'યુથ આઈકન ઓફ ધ યર' એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગર્વ અને આભારી છું.
નોંધનીય છે કે માનુષી છિલ્લર ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તે પૃથ્વીરાજ ચૌહાણની પત્ની સંયોજિતાનુ પાત્ર ભજવતી જોવા મળશે.
'પૃથ્વીરાજ'માં સંજય દત્ત અને સોનુ સૂદ પણ છે. આ ફિલ્મ આ વર્ષે 3 જૂને થિયેટર્સમાં રિલીઝ થશે.