પોતાના ટી-શર્ટમાંથી પ્રાઈસ ટેગ હટાવવાનું ભુલી ગઈ આ એક્ટ્રેસ, જુઓ એરપોર્ટ પરની તસવીરો
માનુષી છિલ્લર હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી અને ઉતાવળમાં પોતાના ટી શર્ટમાંથી કિંમતનું ટેગ હટાવવાનું ભુલી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનુષી છિલ્લરને એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે પોતાના ટોપ પરથી પ્રાઈસ ટેગ હટાવવાનું ભુલી ગઈ હતી જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
માનુષી પોતાના ગ્લેમરસ અંદાજ સાથે માસ્કમાં જોવા મળી હતી. માનુષી મેકઅપ વગર જોવા મળી હતી. તેના ટોપ પર લાગેલા પ્રાઈસ ટેગને લઈ ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
માનુષી બ્લેક ટોપ અને બ્લૂ ડેનિમમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. માનુષી છિલ્લર ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર સાથે પોતાની શરૂઆત કરવાને લઈ પૂરી રીતે તૈયાર છે.
સોશિયલ મીડિયા પર માનુષીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં માનુષી એરપોર્ટ પર એન્ટ્રી કરતી જોવા મળી રહી છે.
ફિલ્મ પૃથ્વીરાજમાં માનુષીની સામે અક્ષય કુમાર જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સિવાય સંજય દત્ત પણ આ ફિલ્મમાં જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -