અજય દેવગણની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ, 12 વર્ષ મોટા ડિરેક્ટર સાથે લગ્ન કર્યા, બાદમાં થયા ડિવોર્સ

Amala Paul: તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી અમલા પોલને આજે કોઈ ઓળખની જરૂર નથી. અમલાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો આજે જાણીએ અમલા પોલના જીવન સાથે જોડાયેલી વાતો.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Amala Paul: તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી અમલા પોલને આજે કોઈ ઓળખની જરૂર નથી. અમલાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો આજે જાણીએ અમલા પોલના જીવન સાથે જોડાયેલી વાતો.
2/8
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જ્યારે ઘણાના લગ્ન સફળ રહ્યા હતા, તો ઘણાના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. આજે અમે તમને એવી જ એક સાઉથ એક્ટ્રેસ વિશે જણાવીશું જેણે પોતાના કરતા 12 વર્ષ મોટા ડાયરેક્ટર સાથે લગ્ન કર્યા પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા. આ અભિનેત્રી માતા બનવા જઈ રહી છે
3/8
1991માં જન્મેલી અમલા પૉલે મલયાલમ ફિલ્મ 'નીલાથમારા' (2009)થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અમલા પોલે 2023માં અજય દેવગનની ફિલ્મ 'ભોલા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે કેમિયો કર્યો હતો.
4/8
અમલાએ અગાઉ ડાયરેક્ટર સેમીની વિનંતી પર તેનું ઓન-સ્ક્રીન નામ બદલીને અનાખા રાખ્યું હતું, પરંતુ 2011ની ફિલ્મ 'સિંધુ સામવેલી'ની નિષ્ફળતા બાદ તેણે પોતાનું નામ બદલી લીધું હતું.
5/8
કારકિર્દીની શરૂઆતમાં અમલા પોલે વર્ષ 2011માં 'દેઇવા થિરુમગલ'માં કામ કર્યું હતું. આ સમય દરમિયાન ડિરેક્ટર એએલ વિજય સાથે તેનું અફેર શરૂ થયું હતું.
6/8
શરૂઆતમાં બંન્નેએ એકબીજાને ડેટ કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ જૂન 2014 માં ચેન્નઇના મેયર રામનાથન ચેટ્ટિયાર હોલમાં એએલ વિજય અને અમલા પોલે લગ્ન કર્યા હતા.
7/8
અમલા અને વિજયના લગ્ન સફળ ન થયા અને 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા.
8/8
નવેમ્બર 2023 માં અમલા પોલે બીજી વખત જગત દેસાઈ સાથે લગ્ન કર્યા જે પર્યટન અને હોસ્પિટાલિટી પ્રોફેશનલ હોવાનું કહેવાય છે.આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. તાજેતરમાં અમલાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તેની તસવીર શેર કરી હતી. (તમામ ફોટો- Instagram)
Sponsored Links by Taboola