9 ફ્લોપ ફિલ્મો છતાં કરોડો રૂપિયા ફી, દર મહિને ડાયટમાં લાખો રૂપિયા ખર્ચ કરે છે શાહરૂખ ખાનની આ એક્ટ્રેસ
બોલિવૂડમાં ઘણા એવા સુપરસ્ટાર છે જેઓ આઉટસાઇડર હોવા છતાં બોલિવૂડમા નામના મેળવી છે. આ યાદીમાં શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન સામેલ છે. આજે આ તમામ સ્ટાર્સ શાનદાર જીવન જીવી રહ્યા છે. આજે અમે તમને આવી જ એક અભિનેત્રી વિશે જણાવીશું જે આઉટસાઇડર છે. સાઉથની ફિલ્મો સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મો પણ કરી હતી. જો કે તે તેની 11 વર્ષની કારકિર્દીમાં એક પણ સોલો હિટ ફિલ્મ આપી શકી નથી તેમ છતાં પણ તે સ્ટારડમ ભોગવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ તાપસી પન્નુ છે. તાપસીએ સાઉથથી લઈને બોલિવૂડ સુધી ખૂબ નામના મેળવી છે
તાપસી પન્નુએ અશોક વિહારની માતા જય કૌર પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. મોડલિંગમાં આવતા પહેલા તે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી.
તેના મોડલિંગ દિવસો દરમિયાન તાપસી પન્નુએ રિલાયન્સ ટ્રેન્ડ્સ, રેડ એફએમ 93.5, યુનિસ્ટાઈલ ઈમેજ, કોકા-કોલા, મોટોરોલા, પેન્ટાલૂન્સ, પીવીઆર સિનેમાસ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક જેવી બ્રાન્ડ્સ માટે જાહેરાતો કરી હતી. જો કે, થોડા સમય પછી તે મોડેલિંગથી કંટાળી ગઈ અને પછી તેણે અભિનયમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતુ.
આ પછી તાપસીએ સાઉથની ફિલ્મોથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણીએ કે. રાઘવેન્દ્ર રાવની તેલુગુ રોમેન્ટિક મ્યૂઝિકલ ઝુમ્મંડી નાદમ સાથે સાઉથમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મની રિલીઝ પહેલા જ અભિનેત્રીને ત્રણ ઓફર મળી હતી. તેની આગામી ફિલ્મ આડુકલમ તમિલ સિનેમામાં તેની શરૂઆત હતી. આ ફિલ્મમાં તેના અભિનયની વિવેચકો તેમજ દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી. જો કે, મિસ્ટર પરફેક્ટ, વીરા, મોગુડુ, વંદન વેન્દ્રન, ગુંદેલો ગોદારી અને શેડો સહિતની તેની આગામી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.
આ પછી તાપસીએ બોલિવૂડમાં કામ કર્યું. ડેવિડ ધવનની કોમેડી ફિલ્મ 'ચશ્મે બદ્દૂર'થી તેણે ડેબ્યૂ કર્યું હતું. જોકે આ ફિલ્મને નેગેટિવ રિવ્યુ મળ્યા હતા પરંતુ તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
આ પછી અભિનેત્રીએ 'જુડવા 2', 'ડંકી', 'બેબી', 'પિંક', 'બદલા' સહિત ઘણી ફિલ્મો કરી હતી. જો કે, બોલિવૂડમાં તેની 11 વર્ષની કારકિર્દીમાં અભિનેત્રીએ કુલ 9 ફિલ્મો આપી છે અને તે એક પણ સોલો હિટ ફિલ્મ આપી શકી નથી.
કોઈ સોલો હિટ ન આપી શકવા છતાં તાપસીને સ્ટાર કહેવામાં આવે છે અને તે કરોડોમાં ફી લે છે. અભિનેત્રીએ શાહરૂખ ખાન સાથેની ડંકીમાં તેની ભૂમિકા માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાના અહેવાલ છે.
તાપસીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે દર મહિને તેના ડાયટ પર 1 લાખ રૂપિયા ખર્ચે છે. તેણે લલ્લનટોપ સાથેના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે દરેક ફિલ્મ સાથે મારો ડાયટ પ્લાન બદલાય છે. તે હું કઈ ફિલ્મ કરી રહી છું તેના પર નિર્ભર કરે છે. દર ચાર કે પાંચ વર્ષે તમારા શરીરમાં આવા ફેરફારો થાય છે. અભિનેત્રી 10 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે અને તેણે આ વર્ષે તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા.