ખૂબ ગ્લેમરસ છે Middle Class Love ની કાવ્યા થાપર
'મિડલ ક્લાસ લવ' ફેમ અભિનેત્રી કાવ્યા થાપર તેની ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. કાવ્યા થાપર ટૂંક સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાવ્યા થાપર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે
વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ સુધી તેનો દરેક લુક ચર્ચામાં રહે છે. તે બોલિવૂડમાં ભલે નવી એક્ટ્રેસ હોય પરંતુ તે તમિલ અને તેલુગુમાં જાણીતો ચહેરો છે.
કાવ્યાએ પોતાની કરિયરની શરૂઆત હિન્દી શોર્ટ ફિલ્મ તત્કાલથી કરી હતી. તે 'માર્કેટ રાજા MBBS' અને 'એક મિની કથા' જેવી સાઉથની ફિલ્મોમાં જોવા મળી છે.
હવે કાવ્યા થાપર 'મિડલ ક્લાસ લવ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, જેમાં તેની સાથે પ્રીત કમાણી અને ઈશા સિંહ પણ જોવા મળશે.
કાવ્યા, પ્રીત અને ઈશા ઉપરાંત આ ફિલ્મમાં અભિનેતા મનોજ પાહવા પણ છે. આ ફિલ્મનું નિર્દેશન રત્ના શાહે કર્યું છે.
આ ફિલ્મનું ટ્રેલર 7 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 16 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.