Mira Kapoor B'day Bash: શાહિદ કપૂરે પત્ની મીરાના જન્મદિવસ પર આપી શાનદાર પાર્ટી
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે ગઈકાલે રાત્રે મુંબઈમાં પત્ની મીરા કપૂરનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પાર્ટીમાં કપલના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીરાએ તેના જન્મદિવસ પર બ્લેક ડ્રેસ પહેર્યો હતો. શાહિદ તેમની સાથે ગ્રે શર્ટ અને સફેદ પેન્ટમાં જોવા મળ્યો હતો.
શાહિદ કપૂર અને મીરા રાજપૂત સાથે શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર, પંકજ કપૂર, સુપ્રિયા પાઠક અને સનાહ કપૂર અને નીલિમા અઝીમે તેમની પાર્ટીમાં હાજરી આપી હતી.
આ પાર્ટીમાં પંકજ કપૂર, નીલિમા અઝીમ અને તેનો પરિવાર અને અન્ય કેટલાક લોકો ફંક્શનમાં સામેલ થયા હતા.
આ પાર્ટીમાં નવવિવાહિત ડિઝાઇનર કુણાલ રાવલ પણ પત્ની અર્પિતા મહેતા સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા.
આ સિવાય શિબાની દાંડેકર, ફરહાન અખ્તર, રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ અને કુણાલ ખેમુ પણ પાર્ટીમાં સામેલ થયા હતા.
રિતેશે સફેદ શર્ટ અને ગુલાબી પેન્ટ પહેર્યું હતું જ્યારે જેનેલિયા કલરફુલ આઉટફિટમાં જોવા મળી હતી.
ગયા મહિને પુત્રી મીશાનો જન્મદિવસ અને આ અઠવાડિયાની શરૂઆતમાં પુત્ર ઝૈનનો જન્મદિવસ ઉજવ્યા પછી શાહિદે પત્ની મીરા રાજપૂતના જન્મદિવસની પાર્ટી આપી હતી.