સાઉથના આ છે હાઇએસ્ટ પેડ એક્ટર્સ, ફી સાંભળીને ચોંકી ઉઠશો
બોક્સ ઓફિસ પર સાઉથ મૂવીઝનો દબદબો યથાવત છે. ઘણા કલાકારો સમગ્ર ભારતના સ્ટાર્સ બની ગયા છે. આવી સ્થિતિમાં સાઉથના આ હીરો ફીના મામલે બોલિવૂડના ટોચના એક્ટર્સને ટક્કર આપે છે. જાણો સાઉથના સૌથી વધુ કમાણી કરનારા કલાકારો અને તેમની ફી વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાહુબલી એક્ટર પ્રભાસની બેક ટુ બેક ફિલ્મો ભલે ફ્લોપ રહી પરંતુ તેનો ક્રેઝ ઓછો થયો નથી. એવી અટકળો છે કે પ્રભાસ એક ફિલ્મ માટે 150 કરોડ લે છે. તે આદિ પુરુષ માટે 150 કરોડ લઈ રહ્યા છે.
તમિલ સિનેમાના મોટા સ્ટાર ધનુષે અતરંગી રે ફિલ્મમાં અદભૂત અભિનય કરીને હિન્દી ચાહકોને દિવાના બનાવ્યા છે. રિપોર્ટ અનુસાર, ધનુષ એક ફિલ્મ માટે 20-50 કરોડ રૂપિયા લે છે.
દક્ષિણમાં અલ્લુ અર્જુનનો દબદબો હતો. હવે અલ્લુ અર્જુન ઉત્તરમાં પણ દબદબો વધ્યો છે. અલ્લુએ છેલ્લી રિલીઝ પુષ્પા માટે 50 કરોડ રૂપિયા લીધા હતા.
સાઉથમાં સુર્યાની ફેન ફોલોઈંગ વધારે છે. રિપોર્ટ અનુસાર, સુર્યા એક ફિલ્મ માટે 35-45 કરોડ લે છે.
યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રીલિઝ થશે. રિપોર્ટ અનુસાર, યશે KGF 2 માટે 30 કરોડ જેટલી મોટી રકમ લીધી હતી.
અજિતની સાઉથમાં ફેન ફોલોઈંગ વધારે છે. અજિત કુમારે નિર્માતા બોની કપૂરની ત્રણ ફિલ્મોની ડીલ માટે 120 કરોડ રૂપિયા લીધા હોવાની ચર્ચા છે.
એશિયાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક રજનીકાંતને દક્ષિણમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. રજનીકાંત એક ફિલ્મ માટે 110 કરોડ લે છે
થલપથી વિજયનો તમિલ ફિલ્મોમાં દબદબો છે. તેની આગામી ફિલ્મ બીસ્ટ છે, જે 13 એપ્રિલે રિલીઝ થશે. રિપોર્ટ્સ અનુસાર, વિજયે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા લીધા હતા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિજયે પોતાની ફીમાં 30 ટકાનો ઘટાડો કર્યો હતો. આવી સ્થિતિમાં તેની ફી 100 કરોડથી 70 કરોડ થઈ ગઈ.
અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસનની ફિલ્મો ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. રિપોર્ટ્સ અનુસાર, કમલ હાસન એક ફિલ્મ માટે 30-35 કરોડ રૂપિયા લે છે.
RRRના સ્ટાર જુનિયર NTR-રામચરણની ફિલ્મની બમ્પર કમાણી ચાલુ છે. બંન્નેને RRR માટે 45 કરોડ રૂપિયાની ફી મળી છે.