એ ખૂંખાર Bollywood Villains જેનો ફિલ્મી પડદા પર રહ્યો છે દબદબો
ફિલ્મી દુનિયામાં હીરો બનવાની ઈચ્છા સાથે લાખો લોકો મુંબઈ આવ્યા હતા. ઘણીવાર ફિલ્મોમાં જોવા મળ્યું છે કે હીરોનું મહત્વ એટલું જ છે જેટલું વિલનનું છે. એવા ઘણા પ્રખ્યાત વિલન છે જેમના ખલનાયકનો ડંખ આજે પણ વાગે છે. આજે તેઓ ક્યાં છે અને શું કરી રહ્યા છે, તેઓ જાણીએ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશક્તિ કપૂરને બોલિવૂડનો બેડ બોય કહેવામાં આવે છે. શક્તિ કપૂર ટૂંક સમયમાં ભોજપુરી ફિલ્મમાં જોવા મળશે.
રણજીત પોતાના સમયમાં ખૂબ જ પ્રખ્યાત હતો. રણજીતે પોતાના ફિલ્મી કરિયરમાં 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
આ ડાયલોગ 'પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપરા' કોણ નથી જાણતું. પ્રેમ ચોપરાને વિલનનો 'બાપ' કહેવામાં આવતો હતો.
આશુતોષ રાણાએ ફિલ્મ 'સંઘર્ષ'માં લજ્જા શંકર પાંડેની ભૂમિકા ભજવી હતી, ત્યાર બાદ તે વિલનની ભૂમિકામાં દર્શકોના દિલમાં સ્થાન મેળવી લીધું હતું.
iનિષ્ફળ પ્રેમમાં જો કોઈ વિલન યાદ આવે તો સૌથી પહેલું નામ આવે છે દલિપ તાહિલનું. તે છેલ્લે ફિલ્મ 'મેરે દેશ કી ધરતી'માં જોવા મળ્યા હતા.
ફિલ્મ 'શોલે'ના ગબ્બરને કોણ ભૂલી શકે. જય અને વીરુની જોડી કરતા ગબ્બરને લોકપ્રિયતા મળી હતી. વર્ષ 1992માં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું.
'મોગેમ્બો ખુશ હુઆ', આ ડાયલોગ 80-90ના દાયકાના યુવાનોએ ખૂબ સાંભળ્યો છે. અમરીશ પુરી બોલિવૂડના સૌથી સફળ વિલનમાંથી એક હતા. વર્ષ 2005માં બ્રેઈન ટ્યુમરને કારણે તેમનું અવસાન થયું હતું.
'શોલે', 'સત્તે પે સત્તા' અને 'કર્ઝ' જેવી સફળ ફિલ્મો આપનાર મૈક મોહને પોતાના વિલન પાત્રથી દર્શકોમાં પોતાની ઓળખ બનાવી હતી. જો કે, આજે તે આ દુનિયામાં નથી
ગુલશન ગ્રોવરનું નામ બોલિવૂડના પ્રખ્યાત વિલનની યાદીમાં સામેલ છે. વર્ષ 1980 થી લઈને અત્યાર સુધીમાં તેણે 400 થી વધુ ફિલ્મો કરી છે.