Munjyaના સ્ક્રીનિંગમાં ગ્લેમર અંદાજમાં જોવા મળી કૃતિ સેનન અને શરવરી વાઘ
Munjya Screening: હોરર કોમેડી ફિલ્મ Munjyaનું સ્ક્રિનિંગ ગઈકાલે રાત્રે મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો.
Munjya screening
1/10
Munjya Screening: હોરર કોમેડી ફિલ્મ Munjyaનું સ્ક્રિનિંગ ગઈકાલે રાત્રે મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. હવે Munjyaની સ્ક્રીનિંગની તસવીરો વાયરલ થઈ રહી છે.
2/10
હોરર કોમેડી ફિલ્મ 'મુંજ્યા' આજે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શરવરી વાઘ, મોના સિંહ અને અભય વર્માએ મહત્વની ભૂમિકા ભજવી છે. ગઈકાલે મુંબઈમાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું જેમાં સ્ટાર કાસ્ટ સહિત તમામ સેલેબ્સ અલગ-અલગ લૂકમાં જોવા મળ્યા હતા.
3/10
શરવરી વાઘ હોરર કોમેડી ફિલ્મ 'મુંજ્યા'માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે.બ્લેક અને પર્પલ શોર્ટ ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. આ દરમિયાન શરવરીએ બ્લેક હીલ્સ પહેરી હતી. મિનિમલ મેકઅપમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન શરવરીએ રેડ કાર્પેટ પર જોરદાર પોઝ આપ્યા હતા.
4/10
'મુંજ્યા'ની સ્ક્રીનિંગમાં મોના સિંહ તેના પતિ શ્યામ સાથે જોવા મળી હતી. આ દરમિયાન બંને બ્લેક કપડામાં જોવા મળ્યા હતા. મોના સિંહે બ્લેક ગાઉન પહેર્યું હતું
5/10
મોના સિંહ પણ 'મુંજ્યા'માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે.
6/10
હોરર કોમેડી ફિલ્મ 'મુંજ્યા' જોવા માટે ક્રૂ અભિનેત્રી કૃતિ સેનન પણ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી.
7/10
બ્લેક અને બ્રાઉન ઓફ શોલ્ડર ડ્રેસમાં કૃતિ સેનન એકદમ સ્ટાઇલિશ લાગી રહી હતી. દરમિયાન કૃતિએ પેપ્સ માટે ઘણી બધી તસવીરો ક્લિક કરી છે.
8/10
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ મેડૉક ફિલ્મ 'મુંજ્યા'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન શ્રદ્ધા બ્લેક લુકમાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
9/10
ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિત પણ મુંજ્યાની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ટીવીની 'રોબોટ બહુ' પણ બ્લેક સ્લીવલેસ ટોપ અને પેન્ટમાં સ્ટાઇલિશ લાગી રહી હતી.
10/10
શરવરી વાઘની ફિલ્મની સ્ક્રીનિંગમાં બોયફ્રેન્ડ સની કૌશલ પણ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.
Published at : 07 Jun 2024 01:52 PM (IST)