Murder Mubarakના સ્ક્રીનિંગમાં પત્ની સાથે ખૂબ સિમ્પલ લૂકમાં પહોંચ્યા પંકજ ત્રિપાઠી
Murder Mubarak Screening: સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી અને કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ 'મર્ડર મુબારક' 15મી માર્ચે રિલીઝ થઈ રહી છે. આ પહેલા તેનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈમાં 'મર્ડર મુબારક'નું ભવ્ય સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં અભિનેતા પંકજ ત્રિપાઠી તેની પત્ની સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન કપલ એકદમ સિમ્પલ પરંતુ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યું હતું.
પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં જ 'મર્ડર મુબારક'માં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતવા જઈ રહ્યા છે. તાજેતરમાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું.
પંકજ ત્રિપાઠીએ તેની સુંદર પત્ની મૃદુલા ત્રિપાઠી સાથે આ સ્ક્રીનિંગમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી. આ દરમિયાન બંને સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા.
આ દરમિયાન પંકજ ત્રિપાઠી હંમેશાની જેમ સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. તેમની પત્ની લાઇટ પિંક કલરના સૂટમાં જોવા મળી હતી.
સ્ક્રિનિંગમાં જતા પહેલા આ કપલે રેડ કાર્પેટ પર પાપારાઝીઓને પોઝ પણ આપ્યો હતો.
પંકજ અને મૃદુલાનો લુક ફરી એકવાર ચાહકોના દિલને સ્પર્શી રહ્યો છે અને દરેક લોકો આ કપલના વખાણ કરતા જોવા મળ્યા હતા.પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'મર્ડર મુબારક' 14 માર્ચે રિલીઝ થઈ રહી છે. આમાં તેની સાથે સારા અલી ખાન, કરિશ્મા કપૂર અને વિજય વર્મા જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.