અર્જુન રામપાલ સાથે કામ કરી ચૂકી છે યુક્રેનની આ એક્ટ્રેસ
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના સંજોગોએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. આવી સ્થિતિમાં અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડની યુક્રેનિયન અભિનેત્રીની. આ એક્ટ્રેસનું નામ નતાલિયા કોઝેનોવા છે જે વેબ સીરિઝ ગંદી બાતમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનતાલિયા તેની ગ્લેમરસ અદાઓના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની છે. નતાલિયાએ ‘અતિથિ તુમ કબ જાઓગે’માં પ્રથમવાર કામ કર્યુ હતું. જેમાં અજય દેવગન, કોંકણા સેન અને પરેશ રાવલ હતા. આ પછી 2012માં તે ‘અંજુના બીચ’ ફિલ્મમાં જોવા મળી હતી.
અંજુના બીચ મૂવી નતાલિયાની સૌથી લોકપ્રિય ફિલ્મ છે. તે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી હતી.
પોતાના ગ્લેમરસ લુક અને બોલ્ડ સીન્સને કારણે ચર્ચામાં રહેનારી નતાલિયા બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ સાથે આગામી ફિલ્મ ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’માં જોવા મળશે.
નતાલિયાએ આ ફિલ્મના શૂટિંગ સેટની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફિલ્મ સિવાય નતાલિયા બીજી ફિલ્મ 'એવિલ ડેડ ઈઝ બેક'માં મોનિકાની ભૂમિકા ભજવતી જોવા મળશે.
નતાલિયા ગંદી બાત સિરીઝ માટે પણ જાણીતી છે. તેણે અલ્ટ બાલાજીની લોકપ્રિય વેબ સીરિઝ ગંદી બાતની સીઝન ચારમાં કામ કર્યું છે.
નતાલિયાએ અર્જુન રામપાલ સાથે કામ કર્યું છે.