રેડ ડ્રેસમાં Priyanka Chopraને જોઇ Nick Jonas પોતાની જાત પર ના રાખી શક્યો કાબૂ
આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની હોલિવૂડ વેબ સીરિઝ 'સિટાડેલ'નું જોરદાર પ્રચાર કરી રહી છે. આ વેબ સીરિઝનું ગ્લોબલ પ્રીમિયર એક દિવસ પહેલા થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'સિટાડેલ'ના ગ્લોબલ પ્રીમિયરમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી, આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ લાલ ડ્રેસમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રિયંકા ચોપરા રેડ ઑફ શોલ્ડર બોડી હગિંગ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. નિક જોનાસ પણ તેના પરથી નજર હટાવી શક્યો ન હતો.
પ્રિયંકા ચોપરાની હોલિવૂડ વેબ સીરિઝ 'સિટાડેલ' 28 એપ્રિલે પ્રાઇમ વિડિયો પર લાઇવ થશે
હાલમાં જ મુંબઈમાં 'સિટાડેલ'નો પ્રીમિયર પણ યોજાયો હતો જેમાં પ્રિયંકા ચોપરા તેના પતિ સાથે હાજર રહી હતી. આ સીરિઝનો વિદેશમાં પણ વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
લોકપ્રિય બોલિવૂડ સ્ટાર વરુણ ધવન, અને દક્ષિણ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ જેઓ આગામી ભારતીય સીરિઝ 'સિટાડેલ'માં જોવા મળશે
'સિટાડેલ' એ રુસો બ્રધર્સ દ્વારા નિર્દેશિત એક જાસૂસી થ્રિલર સીરિઝ છે, જેની વાર્તા પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડનની આસપાસ ફરે છે. બંને સિરીઝમાં એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા છે.
પ્રિયંકા ચોપરાની સાથે તેના પતિ નિક જોનાસ પણ 'સિટાડેલ'ના પ્રમોશન માટે તેની સાથે જોવા મળે છે.