OTT Debut: સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઇને વાણી કપૂર સુધી, આ બોલિવૂડ સેલેબ્સ વેબ શોમાં કરશે ડેબ્યૂ
OTT Debut: બોલિવૂડ સેલેબ્સ હવે ફિલ્મોની સાથે વેબ શોમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેઓ વેબ શોમાં પણ પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે અને તેને પસંદ પણ કરવામાં આવી રહ્યા છે.
વાણી કપૂર
1/8
OTT Debut: બોલિવૂડ સેલેબ્સ હવે ફિલ્મોની સાથે વેબ શોમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેઓ વેબ શોમાં પણ પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે અને તેને પસંદ પણ કરવામાં આવી રહ્યા છે. આવા કેટલાક કલાકારો હવે તેમની OTT ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.
2/8
ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે સિદ્ધાર્થ મલ્હોત્રા ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે રોહિત શેટ્ટીના શોમાં જોવા મળશે.
3/8
સિદ્ધાર્થ મલ્હોત્રા ભારતીય પોલીસ ફોર્સમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ શોનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.
4/8
વરુણ ધવન પોતાની એનર્જી માટે જાણીતો છે. તે રાજ અને ડીકેની વેબ સીરિઝ સિટાડેલના હિન્દી વર્ઝનથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આમાં તેની સાથે સામંથા રૂથ પ્રભુ જોવા મળશે.
5/8
વાણી કપૂરે ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. હવે વાણી OTT પર પોતાનો જાદુ બતાવવા જઈ રહી છે.
6/8
વાણી ટૂંક સમયમાં મંડાલા મર્ડ્સમાં જોવા મળશે. આ શો યશ રાજ ફિલ્મ્સ હેઠળ બની રહ્યો છે.
7/8
અનન્યા પાંડેની ફિલ્મ ખો ગયે હમ કહાં તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરાઇ રહી છે
8/8
હવે અનન્યા કરણ જોહરના શો ‘કૉલ મી બે’થી ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ચાહકો આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published at : 03 Jan 2024 02:52 PM (IST)