એક સમયે હોટલમાં વેઇટરનું કામ કરતા હતા 'કાલીન ભૈયા'... જેલ પણ ગયા, જાણો પંકજ ત્રિપાઠીના રસપ્રદ કિસ્સા
મિર્ઝાપુરના કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખ પર નિર્ભર નથી. પોતાના શાનદાર અભિનય અને ઉત્કૃષ્ટ ડાયલોગ ડિલિવરીના કારણે આ અભિનેતાએ દર્શકોમાં પોતાની આગવી છાપ છોડી છે.
Continues below advertisement

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
Continues below advertisement
1/9

મિર્ઝાપુરના કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખ પર નિર્ભર નથી. પોતાના શાનદાર અભિનય અને ઉત્કૃષ્ટ ડાયલોગ ડિલિવરીના કારણે આ અભિનેતાએ દર્શકોમાં પોતાની આગવી છાપ છોડી છે.
2/9
બિહારના ગોપાલગંજથી શરૂ થયેલી તેમના સપનાની સફર એટલી સરળ નહોતી. તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ગરીબીથી લઈને કામના અભાવ સુધીના દરેક સંકટનો સામનો કરીને પંકજ મોટા થયા અને આજે તે ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટારમાંથી એક છે.
3/9
પંકજ ત્રિપાઠીના મનમાં બાળપણથી જ એક અભિનેતાનો જન્મ થયો હતો. તે ગામડા અને ગ્રામ્ય વિસ્તારના શેરી નાટકોમાં કામ કરતો. અહીં સુધી કે તે છોકરીનો રોલ પણ કરતો હતો. અહીંથી જ સફર શરૂ થઈ અને તેણે નક્કી કર્યું કે જો તેને જીવનમાં કરવું છે તો માત્ર એક્ટિંગ.
4/9
જ્યારે પંકજ ત્રિપાઠીએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે મનોજ વાજપેયીએ તે સમયે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી અને ફિલ્મ શૂલ બાદ તેમનો ફેનબેઝ પણ મજબૂત થઈ રહ્યો હતો. પંકજ ત્રિપાઠી પણ આવા જ એક ચાહક હતા. એક સમયે પંકજ એ જ હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો જ્યાં મનોજ વાજપેઇ રોકાયા હતા.
5/9
જ્યારે તેમને ખબર પડી કે મનોજ આ હોટલમાં રોકાયા છે ત્યારે પંકજે છુપાઈને મનોજનું સેન્ડલ ચોરી લીધું હતું અને તેને ગુરુના આશિર્વાદ માનીને પોતાની પાસે રાખી લીધું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન પંકજે મનોજ વાજપેયીની સામે આ વાત કહી હતી.
Continues below advertisement
6/9
હાજીપુરમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વખતે પંકજ વિદ્યાર્થી રાજકારણમાં પણ સક્રિય હતા. આ દરમિયાન તેમણે તત્કાલીન લાલુ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જેના માટે તેમને સાત દિવસ જેલમાં જવું પડ્યું હતુ
7/9
પંકજ ત્રિપાઠીએ બે વર્ષ સુધી એક હોટલમાં કામ કર્યું અને પછી પોતાના સપના પૂરા કરવા દિલ્હી પહોંચ્યા. અભિનયને એક ધાર આપવા માટે તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ લીધો અને અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો.
8/9
આ પછી ઘણી રાહ જોયા બાદ મહેનતનું ફળ મળ્યું અને તેને વર્ષ 2004માં આવેલી ફિલ્મ 'રન'માં એક નાનકડો રોલ કરવા મળ્યો. પરંતુ પંકજને વાસ્તવિક ઓળખ 2012ની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી મળી હતી. આ પછી વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં 'કાલીન ભૈયા'ના પાત્રે પંકજ ત્રિપાઠીને સ્ટાર બનાવી દીધો હતો.
9/9
એક સમયે ગરીબીમાં જીવન પસાર કરવા મજબૂર બનેલા પંકજ ત્રિપાઠીની આજે નેટવર્થ લગભગ ચાલીસ કરોડ રૂપિયા છે. તેમની પાસે મુંબઈમાં આલીશાન ઘર છે અને તેની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. પંકજ હવે એક ફિલ્મ માટે કરોડોની ફી લે છે.
Published at : 06 Jul 2023 11:42 AM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Pankaj Tripathi ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Mirzapur Actor Pankaj Tripathi