Raghav Parineeti Net Worth: રાઘવ ચઢ્ઢા કરતાં વધુ અમીર છે પરિણીતી ચોપરા, જાણો બંનેની નેટવર્થ

Raghav Parineeti Net Worth: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. આ સમારોહમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

Parineeti Raghav Engagement

1/6
Parineeti Chopra Raghav Chadha Net Worth:પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ગઈ કાલે દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા કપૂરથલા હાઉસમાં સગાઈ કરી લીધી. આ ફંક્શનમાં પરિવાર અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા.
2/6
પરિણીતી ચોપરા કમાણીના મામલામાં તેના મંગેતર રાઘવ ચઢ્ઢા કરતાં ઘણી આગળ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડ દિવા પરિણીતી ચોપરા 60 કરોડ રૂપિયાથી વધુની કુલ સંપત્તિની માલિક છે.
3/6
જ્યારે AAP નેતા રાઘવ ચઢ્ઢા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેણે ગ્રાન્ટ થોર્ન્ટન, શ્યામ માલપાણી જેવી ઘણી કંપનીઓમાં કામ કર્યું છે. કમાણીના મામલામાં તે પરિણીતિથી ઘણો પાછળ છે અને તેની કુલ સંપત્તિ 50 લાખ રૂપિયાની આસપાસ છે.
4/6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમ આદમી નેતા પાસે 90 ગ્રામ જ્વેલરી, એક મારુતિ સુઝુકી ડિઝાયર કાર અને લગભગ 5 લાખ રૂપિયા રોકડ છે.
5/6
પરિણીતી ચોપરાની આવકની વાત કરીએ તો મુંબઈમાં તેનો સી ફેસિંગ ફ્લેટ છે. આ સિવાય તેની પાસે ઓડી, જગુઆર જેવા વાહનો પણ છે.
6/6
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી.
Sponsored Links by Taboola