પતિ રાઘવ ચઢ્ઢા સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી પરિણીતી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરથી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. તસવીરોમાં રાઘવ અને પરી પહેલા મંદિરની અંદર દર્શન માટે જતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બહાર આવ્યા બાદ બંને કારમાં બેઠા અને મીડિયા સાથે વાત કરવાનુ ટાળી ઘરે જવા રવાના થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા. રાઘવ વિદેશથી પરત ફર્યા બાદ આજે આ સ્ટાર કપલ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યું હતું.
પરી અને રાઘવે મંદિરમાં બાપ્પાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન બંનેએ કપાળ પર તિલક પણ લગાવ્યું હતું.
આ દરમિયાન જ્યારે પરિણીતી ચોપરા ઓફ-વ્હાઈટ કલરના અનારકલી સૂટમાં જોવા મળી હતી, ત્યારે રાઘવ સફેદ કુર્તામાં જોવા મળ્યો હતો.
મંદિરના દર્શન કર્યા બાદ પરી અને રાઘવ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. બંનેએ પાપારાઝીના સવાલોના જવાબ ન આપ્યા અને સીધા જ કારમાં ઘરે જવા રવાના થઈ ગયા.
કેટલીક તસવીરોમાં રાઘવ પત્ની પરિણીતીને ભીડથી બચાવતો પણ જોવા મળી રહ્યો છે.
પરી અને રાઘવની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ કપલે ગયા વર્ષે દિલ્હીમાં લગ્ન કર્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ચોપરા છેલ્લે દિલજીત દોસાંઝ સાથે ફિલ્મ 'ચમકિલા'માં જોવા મળી હતી.