બૉલીવુડ હસીના પરિણીતી ચોપડાને Lakme Fashion Weekનો લેટેસ્ટ સાડી લૂક આવ્યો સામે, પહેલા થઇ હતી ટ્રૉલ....
Parineeti Chopra Reaction: બૉલીવુડની હસીના પરિણીતી ચોપડાનો લેટેસ્ટ સાડી લૂક હવે સામે આવ્યો છે, તેના નવા સાડી લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા છે, જોકે, કેટલાક ફેન્સ તેને આ સાડીમાં ટ્રૉલ પણ કરી રહ્યાં છે. પરિણીતી ચોપડાએ લેક્મે ફેશન વીક દરમિયાન રેમ્પ વૉક કર્યું હતું. આ સમય દરમિયાન અભિનેત્રી એકદમ દેશી નવવિવાહિત દુલ્હન જેવી દેખાતી હતી. હવે અભિનેત્રીએ તેના લૂક વિશે વાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતી ચોપડા લગ્ન બાદ પહેલીવાર સાડી પહેરીને રેમ્પ પર વૉક કરતી જોવા મળી હતી. દિલ્હીમાં યોજાયેલા લેક્મે ફેશન વીક દરમિયાન અભિનેત્રીએ રેમ્પ પર વૉક કર્યું હતું. આ દરમિયાન અભિનેત્રી એકદમ દેશી નવી પરણેલી દુલ્હન જેવી દેખાઈ હતી.
રેમ્પ પર ચાલતી વખતે પરિણીતી ચોપડા ચમકદાર સફેદ સાડી અને કેપ સ્ટાઈલના દુપટ્ટામાં શૉસ્ટૉપર તરીકે દેખાઈ હતી. તેણે લેયર્ડ નેકલેસ, ડાયમંડ સ્ટડ અને સ્ટેટમેન્ટ રિંગ્સ સાથે આ લૂક કમ્પ્લીટ કર્યો હતો.
ફેશન વીક દરમિયાન પરિણીતી ચોપડાએ તેના આછા ગુલાબી લગ્નની બંગડીઓ પહેરી હતી અને તેના કપાળ પર સિંદૂર પણ લગાવ્યું હતું. આવી સ્થિતિમાં નેટીઝન્સે તેને જોરદાર ટ્રૉલ કરી હતી.
જ્યારે અભિનેત્રીની તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી ત્યારે એક યૂઝરે લખ્યું - 'તેણીની બંગડીઓ લગ્ન દરમિયાન પહેરવામાં આવેલી સફેદ અને લાલ બંગડીઓનો અસલી લૂક આપતી નથી.. સાડી અદભૂત છે.' આ ઉપરાંત એક યૂઝરે લખ્યું- 'આ થોડા દિવસો સુધી ચાલશે, પછી ના તો કપાળ પર સિંદૂર રહેશે અને ના હાથમાં બંગડી.'
હવે પરિણીતીએ પોતાના લૂક અને ટ્રૉલિંગ વિશે ખુલીને વાત કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ પરિણીતી ચોપડાએ કહ્યું, 'આ વર્ષે હું તહેવારોની તૈયારીમાં ઘણો સમય પસાર કરવા જઈ રહી છું. તો ભલે તમે મને જન્મદિવસની પાર્ટી માટે બોલાવો, હું આવી જ તૈયારી કરીને આવીશ.
ફેશન વીકમાં રેમ્પ વૉક કરવા અંગે પરિણીતી ચોપડાએ કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું કારણ કે લગ્ન પછી આ મારો પહેલો લૂક છે અને હું મારા હૉમ સિટી દિલ્હીમાં છું, તેથી તે ખૂબ જ ખાસ લાગણી છે.'
ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપડાએ 24 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરી લીધા હતા. અભિનેત્રીએ ઉદયપુરની હૉટેલ લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો હજુ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.