Parineeti Chopra એ માલદીવ વેકેશનની તસવીરો શેર કરી, બિકીની શૂટ કરાવતી દેખાઈ પરિણીતી
'કોડ નેમ તિરંગા'નું ટીઝર રિલીઝ થયા બાદ પરિણીતી ચોપરાના ખૂબ વખાણ થયા હતા. અભિનેત્રીની આ પહેલી એક્શન ફિલ્મ છે. પરિણીતીએ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મમાં પરિણીતી સાથે હાર્ડી સંધુ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ પરિણીતી માલદીવમાં રજાઓ ગાળવા ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતીએ તેના સોશિયલ મીડિયા પર માલદીવની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી બીચ પર બેઠી છે.
પરિણીતી ચોપરાએ નિયોન કલરની બિકીની પહેરી છે. તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શન લખ્યું, શૂટની શરૂઆત. તસવીરોમાં અભિનેત્રી રેતી પર બેસીને ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
પરિણીતી ચોપરાનું કેપ્શન યશ રાજ મુખાતેના એક ગીતની યાદ અપાવે છે. જે થોડા દિવસો પહેલા ખુબ વાયરલ થયો હતો.
પરિણીતીએ આ પહેલા એક અન્ય તસવીર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, મારું જીમ તમારા જીમ કરતા સારું છે. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેની એક્શન ટ્રેનિંગ ચાલી રહી છે.
આ સાથે પરિણીતીએ કોડ નેમ તિરંગાના ટીઝરને આટલો પ્રેમ મળવા બદલ દર્શકોનો આભાર માન્યો અને કહ્યું કે તે કોડ નેમ તિરંગા પછી બીજી એક્શન ફિલ્મ માટે તૈયાર છે.
જોકે અભિનેત્રી અત્યારે કોડ નેમ તિરંગા માટે ખૂબ જ મહેનત કરી રહી છે. તમને જણાવી દઈએ કે પરિણીતી સૂરજ બડજાત્યાની ફિલ્મ ''ઉંચાઈ''માં પણ જોવા મળશે.
ફિલ્મમાં પરિણીતી સિવાય અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, નીના ગુપ્તા અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 11 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે.