Photos: બ્લૂ-કટ આઉટ ડ્રેસ પહેરીને પાર્ટનર સાથે ડેટ પર જવા માટે પરફેક્ટ છે કૃતિ સેનનનો આ લૂક, જુઓ તસવીરો.....
Kriti Sanon Photos: બૉલીવુડની પરમ સુંદરી એટલે કે એક્ટ્રેસ કૃતિ સેનન પોતાના ડ્રેસિંગ સેન્સથી હંમેશા ચર્ચામાં રહે છે. લેટેસ્ટ બ્લૂ કલરના ડ્રેસમાં તે સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લૂ-કટ આઉટ ડ્રેસમાં કૃતિ સેનન ખુબ બૉલ્ડ લાગી રહી છે. તેનો આ આઉટફિટ સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. એક્ટ્રેસનો આ લૂક તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
હવે આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન આવી રહ્યું છે. આવામાં જો તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર ડેટ પર જવાનો પ્લાન છે, તો તેનો લૂક તમે કૉપી કરી શકો છો.
કૃતિ સેનન દરેક આઉટફિટમાં એકદમ સુંદર લાગે છે. તેના ચાહનારાઓ પણ તેની દરેક સ્ટાઇલને કૉપી કરે છે, તેની દરેક તસવીરો પર કૉમેન્ટ અને લાઇક્સ ખુબ આવે છે. એક્ટ્રેસ કૃતિ સેનન આ બ્લૂ કલરના ડ્રેસમાં પોતાની ટૉન્ડ લેગ્સ બૉડી ફિગર બતાવી છે.
કૃતિ સેનન બૉલીવુડી ગૉર્ઝિયસ ડીવા છે, એક્ટ્રેસ દમદાર એક્ટિંગ ઉપરાંત સ્ટાઇલિશ લૂકના કારણે ખુબ ચર્ચિત છે. તેને તાજેતરમાં જ પોતાના ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
અભિનેત્રીએ પોતાના લૂકને કમ્પલેટ કરવા માટે વાળને ગૂંથ્યા છે. સાથે જ ન્યૂડ કલરની હીલ્સ કેરી કરી છે, આ ડ્રેસમાં તે ગજબની લાગી રહી છે.
ડ્રેસની સાથે સાથે કૃતિ સેનન પોતાના દરેક પૉઝ પણ ગજબની અદાઓમાં આપ્યા છે. તેને તસવીરોમાં કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે.
સેન્ટર પાર્ટેડ હેર સ્ટાઇલ અને ગૉલ્ડ ઇયરરિંગ્સની સાથે તેને પોતાના લૂકને પુરો કર્યો છે. તમે પણ એક્ટ્રેસના આ લૂક અને સ્ટાઇલને કૉપી કરી શકો છો.