Pics: બાલકનીમાં ડ્રિન્કનો આનંદ લેતી દેખાઇ Priyanka Chopra, 3 વર્ષ બાદ ઘરે પહોંચી છે 'દેસી ગર્લ'
Priyanka Chopra In Mumbai: 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા ત્રણ વર્ષના લાંબા સમય બાદ પોતાના દેશ પરત ફરી છે. આ દરમિયાન એક્ટ્રેસ ખુબ ખુશ છે અને એક્સાઇટેડ પણ દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લૉબલ સ્ટાર પ્રિયંકા ચોપડા ભારત (Priyanka Chopra In India) આવી છે, લગભગ 3 વર્ષ બાદ પ્રિયંકા ચોપડા સ્વદેશ પરત ફરી છે. પોતાના વતનમાં આવીને એક્ટ્રેસ ખુબ ખુશ છે, ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપડાએ પોતાના ઘરની બાલકનીની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, 'દેસી ગર્લ'એ ઘરે આવતાની સાથે જ પહેલા ખુશનુમા વાતારવણ મૌસમની મજા લીધી.
બ્લેક જમ્પ શૂટમાં પ્રિયંકા ચોપડા એક ડ્રિન્કની સાથે સુહાની સાંજની મજા લેતી દેખાઇ રહી છે. એક્ટ્રેસની હંસીમાં ઘરે આવવાની ઝલક સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. આ લૂકમાં પ્રિયંકા ચોપડા એકદમ સેક્સી લાગી રહી છે.
પ્રિયંકા ચોપડા (Priyanka Chopra Mumbai Airport)ને મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી, આ દરમિયાન એક્ટ્રેસ કન્ફૉર્ટેબલ ડેનિમ લૂકમાં દેખાઇ હતી.
Priyanka Chopraએ ઇન્સ્ટાગ્રામ પર પણ કેટલીક પૉસ્ટ શેર કરી છે. મુંબઇ પરત ફરતા પહેલા એક્ટ્રેસની ખુશી સાતમા આસામને હતી. તેને પ્લેનની અંદરથી તસવીરો અને વીડિયો શેર કર્યા અને કેપ્શનમાં લખ્યુ- 'મુંબઇ મેરી જાન'
મુંબઇમાં પોતાના ઘરે પહોંચતાં જ પ્રિયંકા ચોપડાએ જબરદસ્ત આરામ કર્યો અને ટીવી પર કરણ જોહરનો શૉ 'કૉફી વિથ કરણ' એન્જૉય કરતી દેખાઇ, સાથે જ એક્ટ્રેસ જન્કફૂડ ખાતી તસવીર શેર કરી.
થોડાક દિવસો પહેલા પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં પતિ નિક જોનાસ અને ફેમિલી સાથે મળીને દિવાળી સેલિબ્રેટ કરી હતી.
દીકરી માલતી મેરીની સાથે પ્રિયંકા ચોપડાનો ટ્રેડિશનલ લૂક સોશ્યલ મીડિયા પર છવાઇ ગયો હતો. તસવીરોમાં એક્ટ્રેસે તેની દીકરીનો ચહેરો નથી બતાવ્યો.