જ્યારે શૂટિંગ દરમિયાન Vicky Kaushal ને પોલીસ પકડીને લઇ ગઇ હતી, જાણો શું હતું કારણ?
બોલિવૂડ એક્ટર વિકી કૌશલે પોતાને ઈન્ડસ્ટ્રીમાં સફળ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતા જેલ પણ જઈ ચૂક્યો છે.
Continues below advertisement

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
Continues below advertisement
1/7

બોલિવૂડ એક્ટર વિકી કૌશલે પોતાને ઈન્ડસ્ટ્રીમાં સફળ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતા જેલ પણ જઈ ચૂક્યો છે.
2/7
વિકી કૌશલ 16 મેના રોજ 35 વર્ષનો થઈ ગયો છે. અમે તમને અભિનેતાના જીવનની એક ખૂબ જ રસપ્રદ ઘટના જણાવી રહ્યા છે જે તમે ભાગ્યે જ અગાઉ સાંભળી હશે
3/7
વાસ્તવમાં વિકીને ફિલ્મ 'મસાન'થી લોકપ્રિયતા મળી હતી પરંતુ તે પહેલા તે અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. ઉપરાંત, તેણે આ ફિલ્મમાં એક નાનો રોલ પણ કર્યો છે. અને જ્યારે અનુરાગ કપિલ શર્માના શોમાં પહોંચ્યો ત્યારે તેણે આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી.
4/7
અનુરાગે કપિલ સાથે વાત કરતા કહ્યું હતું કે, “જ્યારે અમે વાસેપુર માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે વિકી કૌશલને એક વખત પોલીસ ઉપાડી ગઈ હતી. કારણ કે અમે જ્યાં શૂટિંગ કરી રહ્યા હતા તે જગ્યા માટે અમે કોઈ પરવાનગી લીધી ન હતી. જેના કારણે વિક્કીને જેલમાં જવું પડ્યું હતું..
5/7
વિકીએ 'મસાન'થી એક્ટર તરીકે બોલિવૂડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં તેનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું અને અભિનેતાને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી.
Continues below advertisement
6/7
આ તસવીર અભિનેતાની પત્ની અને અભિનેત્રી કેટરિના કૈફે તેના જન્મદિવસ પર શેર કરી છે. જેના દ્વારા કેટે વિકીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
7/7
વિકી કૌશલ ટૂંક સમયમાં સારા અલી ખાન સાથે ફિલ્મ 'જરા હટકે જરા બચકે'માં જોવા મળશે. આ ફિલ્મ 2 જૂને રિલીઝ થશે.
Published at : 17 May 2023 02:26 PM (IST)