Prateik Babbar Birthday: બાળપણમાં માતા ગુમાવી, પછી લાગી ગઇ ડ્રગ્સની લત, મુશ્કેલીઓથી ભરી હતી પ્રતિક બબ્બરની જિંદગી......
Prateik Babbar Birthday: બૉલીવુડ એક્ટર પ્રતિક બબ્બર ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. તેમનું બાળપણ કેટલીય મુશ્કેલીઓમાં વીત્યું છે, પરંતુ તે આજે એક મોટો અભિનેતા બની ચૂક્યો છે, અને પોતાના કામ પર ધ્યાન આપી રહ્યો છે. તેને બાળપણમાં માતા ગુમાવી, ડ્રગ્સની લત પણ લાગી અને આમ તે કેટલીય મુશ્કેલીઓ વેઠીને આગળ વધ્યો છે..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રતિક બબ્બર પીઢ અભિનેતા અને સ્મિતા પાટિલનો દીકરો છે. દર વર્ષે તે 28 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ અવસર પર અમે તમને તેમના અંગત જીવન વિશે જણાવીએ.
ખૂબ જ નાની ઉંમરે પ્રતિક બબ્બરે તેની માતા સ્મિતા પાટીલને ગુમાવી દીધી હતી. તે તેની માતા વિના ખૂબ જ એકલતા અનુભવતો હતો. આ કારણે તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું.
આ ક્રમ ઘણા વર્ષો સુધી ચાલતો રહ્યો. જોકે, પ્રતિક બબ્બરે ક્યારેય તેના ડ્રગ એડિક્ટ હોવાની હકીકત છુપાવી નથી, બલ્કે તે આ વિશે ખુલીને વાત કરે છે.
રિપોર્ટ્સ અનુસાર પ્રતિક બબ્બર તેના પિતા રાજ બબ્બરથી ખુબ જ નારાજ હતો. તેની માતાની યાદો અને પિતા પ્રત્યેની નારાજગીએ તેને ડ્રગ્સ તરફ ધકેલી દીધો હતો. જો કે, એક સમય એવો આવ્યો જ્યારે તેને અહેસાસ થયો કે તે તેના જીવન સાથે ખોટું કરી રહ્યો છે.
પ્રતિક બબ્બર પણ નશાની લત છોડવા માટે બે વખત રિહેબ સેન્ટર ગયો હતો. થોડા વર્ષો પહેલા તેણે ડ્રગ્સ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. પોતાના ઈન્ટરવ્યૂમાં તે ઘણીવાર યુવાનોને ડ્રગ્સ ન લેવાની સલાહ આપે છે.
અભિનેતાએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'જાને તુ યા જાને ના'થી કરી હતી. આ ફિલ્મ આમિર ખાનના પ્રૉડક્શન હાઉસ હેઠળ બની હતી. આ પછી તે 'બાગી 2', 'દમ મારો દમ', 'આરક્ષણ', 'છિછોરે' અને 'મુંબઈ સાગા' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.
ગયા વર્ષે 2022માં પ્રતિક બબ્બર ફિલ્મ 'ઇન્ડિયા લૉકડાઉન'માં જોવા મળ્યો હતો, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Zee5 પર ઉપલબ્ધ છે.